સુરત : ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા ભાઈગીરીનો વિડિયો બનાવનાર 5 યુવકોની પોલીસે કરી અટકાયત...

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થવાના ચક્કરમાં 5 યુવકો ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી કરીને ભાઈગીરી બતાવવા મર્ડરનો સીન ક્રિએટ કર્યો હતો.

New Update
  • ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા ભેસ્તાનમાં 5 યુવકોની કરતૂત

  • ફિલ્મી સ્ટાઇલમાં સિગારેટ-દારૂ સાથે બનાવી હતી એક રીલ

  • યુવકોએ મર્ડરનો સીન ક્રિએટ કરી કાપી હતી તલવારથી કેક

  • ભાઈગીરીનો વીડિયો બનાવનાર 5 યુવકોની પોલીસે અટકાયત

  • વીડિયો બનાવનાર 5 શખ્સોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

Advertisment

 સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા માટે ભાઈગીરીનો વીડિયો બનાવનારા 5 યુવકોની પોલીસે અટકાયત કરી તમામ શખ્સોને કાયદાનું ભાન કરાવ્યું હતું. મળતી માહિતી અનુસારસુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થવાના ચક્કરમાં 5 યુવકો ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી કરીને ભાઈગીરી બતાવવા મર્ડરનો સીન ક્રિએટ કર્યો હતો.

આ વાયરલ વીડિયોના આધારે પોલીસે તમામ આરોપીને ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાઈ છે કેયુવકો ફિલ્મી સ્ટાઇલમાં ટુ-વ્હીલર પર એન્ટ્રી લે છે. પોતે ભાઈલોગ હોય તે પ્રકારે પોતાને પ્રદર્શિત કરતા દેખાયા હતા. આ સાથે જ તલવાર વડે કેક કાપી અન્ય યુવકનું છરી મારી મર્ડરનો સિન ક્રિએટ કર્યો હતો.

આ સાથે અન્ય યુવકના ગળા પર તલવાર રાખી હતી. જોકેઆ વીડિયો મે2022માં બનાવાયો હતો. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર ફરી વાઇરલ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વીડિયોને ધ્યાનમાં લઈ ભેસ્તાન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તરત જ યુવકોને શોધવાની કામગીરી શરૂ કરી હતી. વીડિયો અનુસંધાને તપાસ કરતા જાણવા મળ્યું કેઆ યુવકો ભેસ્તાનના ઉન પાટિયા વિસ્તારમાં રહે છે.

પોલીસે તેમના સરનામા પર તપાસ કરી અને તમામ આરોપીઓને પકડી પાડ્યા હતાં. આરોપી અઝહર અને જુનેદ વિરુદ્ધ હથિયારબંધ જાહેરનામા ભંગના ગુનાના કેસ નોંધવામાં આવ્યા છેજ્યારે અન્ય 3 યુવકો પર શાંતિ ભંગ કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કેધરપકડ બાદ તમામ યુવકોએ પોતાની ભૂલ માટે માફી માંગી હતી અને કહ્યું કેઆ વીડિયો જૂનો હતો. તેમણે પોલીસને વચન આપ્યું હતું કેતેઓ ફરી ક્યારેય આવા જોખમી વીડિયો બનાવી લોકોને ગુમરાહ કરશે નહીં.

Latest Stories