-
સુરત યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો
-
મિત્રએ જ કરી મિત્રની હત્યા
-
પોલીસે ભરૂચ રેલવે સ્ટેશનથી આરોપીઓની કરી ધરપકડ
-
સુરતથી ટ્રેનમાં બેસીને આરોપીઓએ ભાગવાનો કર્યો પ્રયાસ
-
ત્રણ આરોપીઓ પૈકી બે છે સગીર
સુરતના કતારગામ વિસ્તારમાં પારસ સોસાયટીમાં યુવકને ત્રણ ઈસમોએ ચપ્પુના ઘા મારી રહેંસી નાંખ્યો હતો.આરોપીઓ ટ્રેનમાં બેસી ભાગી રહ્યા હતા,ત્યારે જ ક્રાઈમ બ્રાન્ચ અને ચોકબજાર પોલીસની ટીમે રેલવે પોલીસની મદદથી ભરૂચ રેલવે સ્ટેશનથી આરોપીઓને દબોચી લીધા હતા.આરોપીમાં ત્રણ પૈકી બે આરોપીઓ સગીર હોવાનું જાણવા મળ્યું હતું.
સુરતના કતારગામમાં ગત રોજ 17 નવેમ્બરે બપોરે સવા બે વાગ્યાના અરસામાં હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી.પારસ નગર-2માં ત્રણ માળના મકાનના ભોંયતળિયે લોબીમાં એક યુવકની ગળા, છાતી અને ડાબા કાનના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવાઈ હતી. ઘટનાને પગલે ચોક બજાર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં દોડી આવી હતી. મૃતક સુજલ અશોક વાટકીયા 20 દિવસ પહેલા જ અહીં ભાડેથી રહેવા આવ્યો હતો.પોલીસે CCTV ચેક કરતાં તેની ઉપર હુમલો કરતા ત્રણ શખ્સો દેખાઈ આવ્યા હતા.હુમલાખોરો તેના જ મિત્રો હોવાનું અને પહેલા બહાર બોલાવી તેની સાથે મારઝુડ કરતા CCTVના ફુટેજમાં નજરે પડયા હતા.જેના આધારે ક્રાઈમ બ્રાન્ચ, ચોકબજારની પોલીસે ટીમ બનાવી હતી. આરોપી ટ્રેનમાં બેસીને ભાગ્યા હોવાની બહાર આવેલી વિગતોને પગલે રેલવે પોલીસની મદદથી આરોપીઓને ભરૂચ રેલવે સ્ટેશનથી ઝડપી લીધા હતા.આરોપીઓમાં આર્યન દરજી ઉપરાંત બે સગીર હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે મરનાર અને હત્યા કરનાર બંને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ પોલીસ જણાવી રહી છે.