સુરત : વેસુમાં સ્પાની આડમાં ધમધમતા કૂટણખાના પર પોલીસના દરોડા, માલિક-મેનેજર સહિત 20 લલના ઝડપાય

સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ સ્પામાં આયુર્વેદિક મસાજ પાર્લરના નામે ચાલતા સેક્સ રેકેટનો ઉમરા પોલીસે પર્દાફાશ કર્યો છે.

New Update
સુરત : વેસુમાં સ્પાની આડમાં ધમધમતા કૂટણખાના પર પોલીસના દરોડા, માલિક-મેનેજર સહિત 20 લલના ઝડપાય

સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ સ્પામાં આયુર્વેદિક મસાજ પાર્લરના નામે ચાલતા સેક્સ રેકેટનો ઉમરા પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં 20 લલનાઓ સહિત સ્પાના માલિક-મેનેજર અને 6 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, વેસુ વિસ્તારના વીઆઇપી રોડ પર આવેલ મહાલક્ષ્મી ડ્રીમ્સના બીજા માળે ક્રિયા સ્પામાં આયુર્વેદિક મસાજ પાર્લરના નામે ચાલતા સેક્સ રેકેટ પર ઉમરા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ગત રવિવારે બપોરે ઉમરા પોલીસના ડી સ્ટાફને આ સ્પામાં વૈશ્યાવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે ડમી ગ્રાહકને 2 હજાર રૂપિયા આપી સ્પામાં મોકલ્યો હતો, ત્યારે સેક્સ રેકેટ ચલાવતા સ્પાના માલિક, મેનેજર અને 6 ગ્રાહકો રંગરેલિયા મનાવતા રંગે હાથ ઝડપાયા હતા, જ્યારે સેક્સ રેકેટમાં કામ કરતી 20 લલનાઓ પણ ઝડપાઈ હતી. રેડ દરમ્યાન પોલીસે સ્પામાંથી 20 હજારથી વધુની રોકડ રકમ સહિત કુલ રૂપિયા 30 હજારથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો. જોકે, આ સ્પામાં CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, ત્યારે આ કેમેરાના ડીવીઆરની જો ઉમરા પોલીસ દ્વારા તપાસ કરાવે તો મોટા ઘરના નબીરાઓની પણ પોલ ઉઘાડી પડી શકે છે.