-
પોલીસે આરોપીઓની કરી સરભરા
-
જાહેરમાં કાઢ્યું સરઘસ
-
બોગસ મેડિકલ ડિગ્રી કૌભાંડી ડોક્ટરનું કાઢ્યું સરઘસ
-
અપહરણના આરોપીને પોલીસે શીખવાડ્યો સબક
-
હત્યાના આરોપીની શાન ઠેકાણે કરતી પોલીસે
સુરત શહેરમાં એક જ દિવસમાં ત્રણ અલગ અલગ કેસના આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યા હતા.બોગસ ડોક્ટરો બનાવનાર, સામાન્ય બાબતમાં યુવકની હત્યા કરનાર, અપહરણ કરી લૂંટ કરનારની સરભરા સાથે સરઘસ કાઢવામાં આવ્યા હતા.
સુરત સહિત રાજયભરમાં બોગસ તબીબો તૈયાર કરવાનું કારખાનું ચલાવતા આરોપી ડો. રસેશ ગુજરાતી સહિત 3 સૂત્રધારોનું પોલીસ પાંડેસરા વિસ્તારમાં સરઘસ કાઢી બરાબરની સરભરા કરી હતી. પાંડેસરા પોલીસે સ્પેશ્યલ ઓપરેશન હાથ ધરી બોગસ તબીબોને બેનકાબ કર્યા હતા.પાંડેસરાના તુલસીધામ વિસ્તારમાં કવિતા ક્લિનિક, ઈશ્વરનગરમાં શ્રેયાન ક્લિનિક તેમજ કૈલાશ ચોકડી પાસે રણછોડનગરમાં પ્રિન્સ ક્લિનિકમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
આ ત્રણેય બોગસ ક્લિનિકમાંથી ઈલેક્ટ્રો હોમિયોપેથીક અને એલોપેથીક દવાઓનો જથ્થો ઉપરાંત ઈન્જેક્શન અને સીરપ મળી આવ્યા હતા. આ પ્રકરણ સંદર્ભે પોલીસે BEMSના ડિગ્રી સર્ટિફિકેટ્સ સાથે 3 સંચાલકોની ધરપકડ કરી હતી. આરોપીઓની કબૂલાત અનુસાર, ગોપીપુરા રત્ના સાગર સ્કૂલ પાસે ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ માંથી ઈલેક્ટ્રો હોમિયોપેથીનો કોર્સ ચલાવાતો હતો. જયાંથી એ લોકોને BEMSની ડિગ્રી અપાતી હતી.
બોગસ ડિગ્રી આપવામાં શામેલ મુખ્ય સૂત્રધાર ડો.ભૂપેન્દ્ર સૂરજભાન ઉર્ફ બી.કે. રાવત અને તેના મુખ્ય કૌભાંડી ડો.રશેસ ગુજરાતી સહિત કુલ 10ની ધરપકડ કરાઈ હતી. રશેસ ગુજરાતી આણી મંડળીએ અત્યાર સુધી 70 હજાર ખંખેરી 1500 લોકોને નકલી ડિગ્રી આપી હતી.પોલીસે રસેશ ગુજરાતી, રાવત અને ઈરફાનને લઈ કૈલાસનગર ચોકડી સહિતના વિસ્તારોમાં તપાસાર્થે લઇ ગઇ હતી.અને ત્રણેય કૌભાંડીઓનું જાહેરમાં સરઘસ કાઢી પોલીસે પાઠ ભણાવ્યો હતો.
તો બીજી તરફ અડાજણના કાપડ દલાલનું ચાકુની અણીએ અપહરણ કરી USDT ટ્રાન્સફર કરાવી લેવાના ચકચારી બનાવમાં SOGએ વધુ બે આરોપીની ધરપકડ કરી હતી.અને 3 આરોપીનો રાંદેર, જિલ્લાના બ્રિજ પાસે સરઘસ કાઢી પોલીસે ખાખીનો પરચો બતાવ્યો હતો.
આ ઉપરાંત લિંબાયતમાં રાવનગર ખાતે મારામારી અને હત્યાના બનાવમાં ઝડપાયેલા આરોપી અનવર ઉર્ફે પપ્પુ પિંજારી, સોયેબ ઉર્ફે ડમા સિદ્દીકી, સમીર ઉર્ફે લાલુ અને રોશન યુસુફ પિંજારી રીઢા ગુનેગાર છે. અને જે જગ્યા પર હત્યા કરી હતી. તે ઘટના સ્થળ પર આરોપીઓને પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યા હતા અને સરઘસ કાઢવામાં આવ્યું હતું.