/connect-gujarat/media/post_banners/16329ebd5027f677a8b658fc256b58e5ca6013d0e129a56dbf2c669723846aa2.jpg)
સુરત ઉધના પીસીઆર પોલીસ જવાન દ્વારા યુવકને માર મારતો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. યુવકને રોડ પર ઘસડી લઈ જતો દબંગ પોલીસ જવાન સીસીટીવી કેદ દેખાઈ રહ્યો છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ રોજ મળી રહ્યો છે, ત્યારે ભોગ બનનાર યુવક દ્વારા પોલીસ કર્મચારી વિરુદ્ધ ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવા અંગે તજવીજ હાથ ધરવામાં આવી છે.
સુરત શહેરના ભાઠે વિસ્તારમાં આવેલ શિવ શક્તિ નગરમાં મોડી રાત્રે યુવકો પોતાના ઘર નજીક જ એક રિક્ષામાં બેઠા હતા. પોલીસની પીસીઆર વાહન આવતા યુવકોમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ કર્મીએ 2 યુવકોને પકડી પડ્યા હતા. યુવક અને પોલીસ વચ્ચે બોલચાલ થઈ હતી. ત્યારબાદ યુવકોને પોલિસએ માર માર્યો હતો. એટલું જ નહીં, પરંતુ સીસીટીવી કેમેરામાં નજરે પડે છે કે, યુવકને રોડ પર જ ઘસેડીને દબંગ પોલીસ જવાન મારી રહ્યો છે. પોલીસે યુવકો પાસેથી 5 હજાર પડાવી લેવાના આક્ષેપ કરાયા છે. ઉધના શિવ શક્તિ નગરમાં રહેતો ભોગ બનનાર ભાવેશ રાણાએ જણાવ્યું હતું કે, અમે લોકો રિક્ષામાં બેઠા હતા અને અચાનક પોલીસની વાહન આવી. અમને રિક્ષામાંથી બહાર કાઢતા હતા અમે ગભરાઈને દોડવા લાગ્યા હતા, નીચે પડી જતા પોલીસે અમને પકડી માર માર્યો હતો.
જોકે, આ યુવાનોએ પોલીસને છોડી દેવા માટે વિનંતી કરી હતી. તેમ છતાં યુવાનોને પોલીસ મથકે લઈ જવાની વાત કરી હતી. એટલું જ નહીં યુવાનોને મુક્ત કરવા પોલીસે 10 હજાર રૂપિયાની માંગણી કરી હોવાનો પણ ભોગ બનનારે આક્ષેપ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને શિવનગર સોસાયટીના રહેવાસીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીની બહાર ટોળું કરી પોલીસ કર્મચારીઓ સામે કડક કરવાની માંગ કરવામાં આવી હતી, જ્યારે ભોગ બનનાર યુવકોએ સમગ્ર ઘટના બાબતે યુવકો ગૃહ મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરાશે તેવું પણ જણાવ્યુ હતું. તો બીજી તરફ, દબંગ પોલીસ કર્મચારી વિરુદ્ધ સુરત શહેર પોલીસ કોઈ કાર્યવાહી કરે છે કે, કેમ તે હવે જોવું રહ્યું..!