સુરત : હાઈબ્રીડ ગાંજાની સપ્લાય ચેઇન તોડવા પોલીસે કમર કસી, ગાંજો પીવા વપરાતા ગોગો પેપર અંગે ઠેર ઠેર ચેકિંગ હાથ ધર્યું...

સુરત શહેર તથા જીલ્લામાં હાઈબ્રીડ ગાંજા મળી આવવાના મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે હવે હાઈબ્રીડ ગાંજાની સપ્લાય ચેઇન તોડવા પોલીસે કમર કસી છે.

New Update
  • શહેર તથા જીલ્લામાં હાઈબ્રીડ ગાંજા મળી આવવાના મામલો

  • અવારનવાર ગાંજા સાથે પોલીસે આરોપીઓની ધરપકડ કરી

  • હાઈબ્રીડ ગાંજાની સપ્લાય ચેઇનને તોડવા પોલીસે કમર કસી

  • ગાંજો પીવા વપરાતા ગોગો પેપર અંગે પોલીસ દ્વારા ચેકિંગ

  • ગોગો પેપરનું વેચાણ કરતા દુકાનદારો સામે કડક કાર્યવાહી

સુરત શહેર તથા જીલ્લામાં હાઈબ્રીડ ગાંજા મળી આવવાના મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છેત્યારે હવે હાઈબ્રીડ ગાંજાની સપ્લાય ચેઇન તોડવા પોલીસે કમર કસી છે.

અમદાવાદ એરપોર્ટ બાદ હવે સુરત એરપોર્ટ પરથી પણ હાઈબ્રીડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી DRIની ટીમે 1.68 કિલો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફસુરતમાં અવારનવાર હાઈબ્રીડ ગાંજાની સપ્લાય ચેઇન તોડવા પોલીસે પણ કમર કસી છે. હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે પકડાયેલા આરોપીની સઘન પૂછપરછમાં પોલીસને કેટલીક માહિતી મળી છે. આરોપીએ જણાવ્યુ હતું કેગાંજો પીવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ગોગો પેપર શહેરમાં અનેક જગ્યા પર મળી રહ્યું છે. જેમાં કેટલીક દુકાનો તો શાળા અને કોલેજ વિસ્તાર નજીક જ આવેલી છેત્યારે ગોગો પેપરનું વેચાણ કરતા દુકાનદારો સહિત ઓનલાઈન ડિલિવરી કરતાં સ્વીગીઇનસ્ટા માર્ટઝોમેટો અને બ્લિંકઈટમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક દુકાનદારો ગોગો પેપરનું વેચાણ કરતા હોવાનું બહાર આવતા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરાય હતી. એટલું જ નહીંછેલ્લા એક મહિનામાં જેટલા લોકોએ ગોગો પેપર મંગાવ્યા છેતે તમામનો ડેટા પણ પોલીસે મંગાવ્યો છે. ઉપરાંત આ પ્રકારની પ્રવૃત્તિ કરનાર તમામ સામે વધુમાં વધુ ગુના દાખલ કરી પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરાશેતેવું સુરત પોલીસ દ્વારા જણાવાયું છે.

Latest Stories