સુરત : પી.પી.સવાણી પરિવાર દ્વારા 12માં સમૂહ લગ્નોત્સવનું આયોજન, “પિયરીયું” શીર્ષક હેઠળ 111 દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે

સમૂહ લગ્નમાં 111 દીકરીઓના લગ્ન થશે. પી.પી.સવાણી પરિવાર દ્વારા અત્યાર સુધીમાં લગભગ 5,274 દીકરીઓને કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે.....

New Update
  • પી.પી.સવાણી પરિવાર દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન

  • પિયરીયું” શીર્ષક હેઠળ 111 દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે

  • 5247 દીકરીના કન્યાદાન કરનાર પાલક પિતાનું સેવાકાર્ય

  • એકમાત્ર પાલક પિતા તરીકે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ નોંધાશે

  • 370 ફૂટ લાંબુ તોરણ પણ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં નોંધાશે

સુરતમાં પી.પી.સવાણી પરિવાર દ્વારાપિયરીયું” શીર્ષક હેઠળ 12માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે પી.પી.સવાણી પરિવાર દ્વારા વિસ્તૃત માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવનાર પી.પી.સવાણી ગ્રુપ દ્વારા આ વર્ષે 12માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.પિયરીયું” શીર્ષક હેઠળ આ સમૂહ લગ્નમાં 111 દીકરીઓના લગ્ન થશે. પી.પી.સવાણી પરિવાર દ્વારા અત્યાર સુધીમાં લગભગ 5,274 દીકરીઓને કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં આ સમૂહ લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવે છે.

જેમાં એવી દીકરીઓ હોય છે કેજેમના પિતા નથી અને ભાઈ પણ ન હોય અથવા તો જેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય તેવી દીકરીઓના લગ્ન પી.પી.સવાણી પરિવાર દ્વારા ધામધૂમથી કરાવવામાં આવે છે. આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા મહેશ સવાણીએ જણાવ્યું હતું કેઆ વખતે સમૂહ લગ્નના માધ્યમથી વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં લગ્નમાં આવનાર મહાનુભાવોને રૂ. 50 હજારના તુલસીના રોપા ભેટમાં આપવામાં આવશે.

જેનાથી પર્યાવરણ જાગૃતિનો સંદેશ ફેલાવવામાં આવશે. આ સાથે આ રોપા પર અંગદાન જાગૃતિના ટેગ આપવામાં આવશેજેથી કરી લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતતા આવે. આ ઉપરાંત લગ્ન બાદ પી.પી.સવાણી પરિવાર દીકરીઓના આરોગ્યસામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ જવાબદારી નિભાવે છે. આ 12માં લગ્ન સમારોહમાં ગુજરાતમહારાષ્ટ્રબંગાળ અને ઉત્તર પ્રદેશની દીકરીઓના લગ્ન કરાવવામાં આવનાર છે.

જેમાં 2 દીકરીઓ મુકબધીર અને 2 દિવ્યાંગ કન્યા છે. આ સાથે 2 મુસ્લિમ દીકરીઓ પણ છેજેમને તેમના રીત રિવાજ પ્રમાણે લગ્ન કરાવવામાં આવશે. આ સાથે વિવિધ 39 જ્ઞાતિની દીકરીઓ નવજીવનના ફેરા ફરશે.

જોકેસમૂહ લગ્ન પ્રસંગ દરમિયાન દીકરી અને જમાઈનું પૂજન સાસુ દ્વારા કરવામાં આવશે. આ આરતી અનોખી અને સંભવત પ્રથમ વખત થશેજ્યાં વહુ અને જમાઈની આરતી તેની સાસુ કરતા હશે. જેથી કરી બન્ને પરિવારના લોકો એકબીજાને સમજે અને એકબીજાનો આદર કરે. આ લગ્ન સમારોહમાં મદદ કરનાર તમામ લોકોનું સન્માન કરવામાં આવશે. આ વખતે યોજાનાર લગ્ન પ્રસંગને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળવાની સંપૂર્ણ સંભાવના છે. એક જ પિતા એટલે કેમહેશ સવાણી દ્વારા 5,274 દીકરીઓનું કન્યાદાન કરનાર એકમાત્ર પિતા તરીકે નોંધાશે.

આ સાથે પર્યાવરણ સંદેશ તરીકે 50 હજાર તુલસીના છોડ આપી એક નવો રેકોર્ડ સ્થાપશે. તો આ લગ્ન સમારોહમાં 370 ફૂટ લાંબુ તોરણ પણ બનવાનું છેજેની પણ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં નોંધણી થશે. આ સમૂહ લગ્નમાં દીકરીઓને આશીર્વાદ આપવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલકેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલકથાકાર મોરારીબાપુ સહિત રાજ્ય સરકારના મંત્રીઓ અધિકારીઓ સાધુ-સંતો અને જાણીતા વક્તા અને ગાયિકાઓ ઉપસ્થિત રહી નવદંપત્તિઓને આશીર્વાદ પાઠવશે.

Read the Next Article

સુરત : આંગડીયા પેઢીમાં RTGSથી પૈસા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઇ,પોલીસે 12.50 લાખની રોકડ કરી જપ્ત

સુરતમાં ભેજાબાજો દ્વારા આંગડિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડીને અંજામ આપ્યો હતો.અને 51 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

New Update
  • સરથાણામાં છેતરપિંડીનો મામલો

  • ત્રણ ભેજાબાજોએ ઠગાઈને આપ્યો અંજામ

  • આંગડિયામાંRTGSના નામે કરી છેતરપિંડી

  • રોકડા રૂ.51 લાખ લઈને થઈ ગયા હતા ફરાર

  • પોલીસે ત્રણ ભેજાબાજોની કરી ધરપકડ 

સુરતમાં ભેજાબાજો દ્વારા આંગડિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડીને અંજામ આપ્યો હતો.અને 51 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતમાં આર્થિક ક્રાઇમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.અને ભેજાબાજો દ્વારા છેતરપિંડી માટે પણ નિતનવી ચાલાકી કરવામાં આવી રહી છે,આવો જ એક બનાવ સરથાણા પોલીસ મથકના હદ વિસ્તારમાં બન્યો હતો.જેમાં ફરિયાદીના રૂપિયા 50 લાખ આંગડિયા પેઢીમાંRTGS કરવાના બહાને ભેજાબાજોએ રૂપિયા 1 લાખના કમિશન સાથે રોકડા રૂપિયા 51 લાખ ફરિયાદી પાસેથી મળેવી લીધા હતા.

જોકે સમય મર્યાદામાં રૂપિયાRTGS થયા ન હોતા,અને ભેજાબાજો ફરાર થઇ ગયા હતા.તેથી ફરિયાદીને છેતરપિંડીનો અણસાર આવ્યો હતો,અને તેઓએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.જેના આધારે પોલીસે કિશોર ઘોડાદરા,કિરીટ પટેલ અને જયેશ કેરાસીયાની ધરપકડ કરીને રૂપિયા 12.50 લાખ રોકડા રિકવર કર્યા હતા.અને પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. 

Read the Next Article

સુરત : મોટા વરાછામાં સગા ભાઈએ કરી બહેન સાથે લાખોની છેતરપિંડી,ભાઈ સહિત બે આરોપીની ધરપકડ કરતી પોલીસ

મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા

New Update
  • મોટા વરાછામાં છેતરપિંડીનો મામલો

  • સગા ભાઈએ બહેન સાથે કરી છેતરપિંડી

  • રોકડા રૂપિયા,સોનાના દાગીના પડાવી લીધા

  • બહેને નોંધાવી પોલીસ ફરિયાદ

  • ભાઈ સહિત બે આરોપીની ધરપકડ   

સુરતના મોટા વરાછા વિસ્તારમાં સગા ભાઈએ બહેન સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી,જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ભાઈ સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતના મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા હતા.જેમાંરૂપિયા 50 હજાર રોકડા અને 18 તોલા સોનુ પડાવી લીધા હતા. રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયા રોકડા રૂપિયા અને સોનાના દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા.જેના કારણે બહેનને છેતરપિંડીની શંકા જતા તેને ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.

પોલીસે તેઓની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી હતી,અને પોલીસે મુંબઈમાં બે દિવસ સુધી રેકી કરીને આરોપી ભાઈ રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયાની ધરપકડ કરી હતી.ઉત્રાણ પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 15 લાખ 54 હજાર 170નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.અને પોલીસ તપાસમાં આરોપી અક્ષય શિરોયા ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પણ ખૂલ્યું હતું.