/connect-gujarat/media/post_banners/97ceb5d77593bbd081a109cf59bc28626504950ba04d1effcaf20d347f5c7fea.jpg)
ચીનમાં કોરોનાનો બ્લાસ્ટ થતા સુરતમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે, ત્યારે સુરતની નવી સિવિલ કોવિડ હોસ્પિટલમાં તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
સમગ્ર દેશ તેમજ ગુજરાત માં ફરી એકવાર કોરોના પોતાનો કહેર વરસાવવા આવી રહ્યો છે, ત્યારે સુરતની નવી સિવિલ કોવિડ હોસ્પિટલ ખાતે વહીવટી તંત્ર દ્વારા કોરોનાને પહોચી વળવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જ્યાં 250 વેન્ટિલેટરની ધૂળ ખંખેરીને ચકાસણી કરવામાં આવી રહી છે. કોરોનાની લહેર બાદ આ વેન્ટિલેટર બંધ હાલતમાં હતા, હાલ જે રીતે ચીનમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. તે જોતાં તંત્ર દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સાફ-સફાઈ કરવા સાથે કોવિડ હોસ્પિટલમાં રહેલ વેન્ટિલેટરોની એન્જિનિયર બાયો મેડિકલ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, મોટા ભાગના વેન્ટિલેટરો ચાલુ વ્યવસ્થામાં છે. આ વેન્ટિલેટરોનો સમયાંતરે સ્થિતિ અનુસાર ઉપયોગ લેવામાં આવશે. ચીન, જાપાન, અમેરિકા, કોરિયા-બ્રાઝિલમાં વધતા કેસને ધ્યાને લઈ સુરતમાં મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઇ હતી. જેમાં કોરોના ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ, આઇસોલેશન અને ક્વોરોંટાઇનની ગાઈડ લાઇનનું પાલન કરવા જણાવાયું હતું.