/connect-gujarat/media/post_banners/3b7ea22bf72eec636159312303db58b02f15dd504803cf007fed6f79fe62dafd.jpg)
કેન્દ્રમાં મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થતા દિલ્હીના સાંસદ ડૉ. હર્ષવર્ધન અને બિહારના ધારાસભ્ય સંજય સરઓગી સુરત શહેરમાં પત્રકાર પરિષદ સંબોધી હતી અને સરકારની સિધ્ધિઓ વર્ણવી હતી
મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થતાં અલગ અલગ રાજ્યના મંત્રીઓ અને નેતાઓને કેન્દ્ર સરકારે મેળવેલી ઉપલબ્ધી લોકો સુધી પહોંચાડવાનું કામ સોંપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે દિલ્હીના સાંસદ ડૉ. હર્ષવર્ધન અને બિહારના ધારાસભ્ય સંજય સરઓગી સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જેમણે આજે ભાજપ સુરત કમલમ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. દિલ્હીના સાંસદ ડૉ. હર્ષવર્ધને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ જ પ્રશંસા કરી હતી. નવા ભારતની પરિકલ્પના સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્ય લક્ષી સેવાઓની સાથે અનેક વિવિધ યોજનાઓથી કરી અને મધ્યમ વર્ગના પરિવારોને અનેક લાભ આપ્યા છે. બિહારના વરિષ્ઠ ભાજપના નેતા અને ધારાસભ્ય સંજય સરાઆવોગીએ જણાવ્યું કે, 1700 કરોડ રૂપિયાનો બ્રિજ જે રીતે ધરાશાયી થયો છે તે જોતા કેવી રીતે કામગીરી થઈ હશે તે મારું પડી જાય છે. મહત્વની બાબતે છે કે થોડા સમય પહેલા જ આ બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો, ત્યાં ફરીથી એક વખત ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જાણે કંઈ જ થયું ન હોય તે રીતે ફરીથી કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.