New Update
/connect-gujarat/media/post_banners/1189a520c5425488af6dfbccff29cef09cfcecd5ab71adf4a70877d7c3cde7c1.jpg)
સુરત શહેરના પૂણા વિસ્તારમાં આવેલ પ્રિંટિંગ પ્રેસમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં 8 જુગારીઓ સહિત રૂપિયા 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, સુરતના પૂણા વિસ્તારમાં આવેલ પ્રિંટિંગ પ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી પાનાં-પત્તાનો જુગાર રમાડવામાં આવી રહ્યો હતો. જેની બાતમી મળતા જ પૂણા પોલીસે પ્રિંટિંગ પ્રેસ ઉપર દરોડો પાડ્યો હતો. પોલીસે રેડ કરી સ્થળ પરથી 8 જુગારીઓ સહિત કુલ કિંમત રૂપિયા 2.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, ત્યારે હાલ તો પૂણા પોલીસે જુગારીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.