/connect-gujarat/media/post_banners/eec0dfb995dcf03657300372cf1b7959f240186c270d1803bb16e4ea98e00ef5.jpg)
સુરત યુનિવર્સિટીના કર્મચારીઓ આજરોજ હડતાળ પર ઉતરી ગયા હતા. કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને છૂટા કરી દેવાની વાતે કર્મચારીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.
સુરત યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા ટેક્નિકલ સ્ટાફ સહિતના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. હાલ યુનિવર્સિટીમાં ચાલી રહેલી પરીક્ષા વચ્ચે તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે જ પરીક્ષા વર્ગોમાં પણ કોઈ સુપરવાઈઝરોએ હાજરી આપી ન હતી. જોકે, હાલના કર્મચારીઓને છૂટા કરી નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા વિરોધનો સૂર ઉઠ્યો હોવાનું બહાર આવ્યું છે. હાલમાં કાર્યરત કર્મચારીઓને જ કામે રખાય તેવી માંગ ઉઠવા પામી છે. જોકે, 15 દિવસનો બ્રેક આપી આ જ કર્મચારીઓને પરત ફરજ ઉપર લેવા અંગે યુનિવર્સિટીએ જણાવ્યુ હતું. પરંતુ આ કર્મચારીઓને લેખિતમાં નહીં અપાતાં પરત નોકરીની કોઈ ગેરંટી નહીં હોવાનો પણ આક્ષેપ કરાયો છે.