સુરત: મનપાનાં ફુડ વિભાગ દ્વારા માવાના હોલસેલ વિક્રેતા પર દરોડાથી વેપારીઓમાં ફફડાટ

સુરત શહેરમાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા માવાના વિક્રેતાઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી,ફૂડ વિભાગની કાર્યવાહીને પગલે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

New Update

સુરતમાં મનપાના ફૂડ વિભાગની કાર્યવાહી 

માવાના વેપારીઓ પર બોલાવી તવાઈ

માવાના હોલસેલ વિક્રેતાના ત્યાં દરોડા

માવાના લેવામાં આવ્યા સેમ્પલ 

ફૂડ વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ 

સુરત શહેરમાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા માવાના વિક્રેતાઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી,ફૂડ વિભાગની કાર્યવાહીને પગલે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સુરત શહેરમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા માવામાં થતી ભેળસેળને અટકાવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.અને માવાના વિક્રેતાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે,જેના કારણે વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે,ફૂડ વિભાગ દ્વારા હાલમાં માવાના સેમ્પલ લઈને પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા છે,અને જો માવામાં ભેળસેળ જણાશે તો વેપારી સામે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. 
Latest Stories