સુરત: બિહારમાં ચાલી રહેલા આંદોલનના પગલે રેલ્વે વિભાગે 8 ટ્રેન કરી રદ્દ, મુસાફરો મુકાયા મુશ્કેલીમાં

બિહારમાં ચાલી રહેલા આંદોલનના કારણે પશ્ચિમ રેલવેની ટ્રેનો પર જોવા મળી રહી છે આંદોલનના કારણે 8 ટ્રેનોને રદ કરવામાં આવી છે.

સુરત: બિહારમાં ચાલી રહેલા આંદોલનના પગલે રેલ્વે વિભાગે 8 ટ્રેન કરી રદ્દ, મુસાફરો મુકાયા મુશ્કેલીમાં
New Update

બિહારમાં ચાલી રહેલા આંદોલનના કારણે પશ્ચિમ રેલવેની ટ્રેનો પર જોવા મળી રહી છે આંદોલનના કારણે 8 ટ્રેનોને રદ કરવામાં આવી છે.19 થી 22 દરમ્યાન ઉપડનારી કેટલીક ટ્રેનોને રદ કરવાની સાથે કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.

પશ્ચિમ રેલવે દ્વારા બિહારમાં ચાલી રહેલા આંદોલનને કારણે સુરતથી પસાર થનારી ટ્રેનો પર અસર થઈ છે રેલવે દ્વારા અમુક ટ્રેનના ફેરા રદ કરવાની સાથે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવ્યા છે સહરસા-બાંદ્રા ટર્મિનેટ તેમજ ૧૯મી જૂને ઉપડનારી અમદાવાદ પટના એક્સપ્રેસ આ ઉપરાંત એકવીસમી જૂનથી પટના અમદાવાદ એક્સપ્રેસ આ ઉપરાંત ૧૯મી જૂને અમદાવાદથી ઉપડનારી અમદાવાદ-દરભંગા એક્સપ્રેસ તેમજ ૨૦ જૂને ઉપડનારી અમદાવાદ-બરોની એક્સપ્રેસ તથા ૨૨મી જુનની બરોની-અમદાવાદ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.આ ઉપરાંત બાંદ્રા ટર્મિનેટ-બરોની અવધ એક્સપ્રેસ ગોરખપુર સ્ટેશનથી ઓપરેટ થશે અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી છે ત્યારથી જ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો અને મંગળવારથી તો ઠેર ઠેર તોફાન શરૂ થઈ ગયા હતા ખાસ કરીને બિહારમાં તેની વ્યાપક અસર જોવા મળી હતી જેના પગલે રેલ્વે વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

#Connect Gujarat #BeyondJustNews #Protest #Surat #Railway #trains #Railway department #agitation #cancels #Agneepath
Here are a few more articles:
Read the Next Article