/connect-gujarat/media/post_banners/f40eb6cf6d9c002c53729721b2d3b522daab06a38535dbf5cdbdb70026e8a82a.jpg)
સુરત રેલ્વે પોલીસે ભારતમાં બાંગ્લાદેશી યુવક અને યુવતીઓને ગેરકાયદે રીતે ઘુસાડવાનું મોટું રેકેટે ઝડપી પાડ્યું છે. જેમાં પોલીસે 3 યુવક અને 3 યુવતીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત રેલ્વે પોલીસે બાંગ્લાદેશના નાગરિકોને ભારતમાં ગેરકાયદે રીતે ઘુસાડવાનું મસમોટું રેકેટ ઝડપી પાડ્યું છે. જેમાં બાંગ્લાદેશી યુવક અને યુવતીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ યુવક અને યુવતીઓને બાંગ્લાદેશથી ખેતર મારફતે ભારતમાં ઘુસાડવામાં આવ્યા હતા. જે યુવક એ યુવતીઓ હાવડા ટ્રેન મારફતે સુરત આવ્યા હતા, ત્યારે રેલ્વે પોલીસે હાવડા ટ્રેનમાંથી બાંગ્લાદેશી યુવક અને યુવતીઓને ઝડપી લીધા હતા. સુરતના અન્ય યુવકે બોગસ આધારકાર્ડ પણ બનાવી આપ્યા હતા. એટલું જ નહીં યુવતીઓને દેહ વિક્રિયના ધંધામાં ધકેલી દીધી હતી. પોલીસ પુછપરછ દરમિયાન મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે.