સુરત: દિવાળીની ઉજવણી માટે વતનની વાટ પકડતા પરપ્રાંતીયો, રેલવે સ્ટેશન મુસાફરોથી ઉભરાયું

દિવાળીના તહેવારની ગણતરીના દિવસો બાકી રહયા છે,ત્યારે રોજગારી માટે વસવાટ કરતા પરપ્રાંતીઓએ વતનની વાટ પકડી છે,અને રેલવે સ્ટેશન પણ મુસાફરોથી ઉભરાય રહયા છે.

New Update

સુરતમાં વસવાટ કરતા પરપ્રાંતીઓનું વતન તરફ પ્રયાણ 

દિવાળી તહેવાર નિમિત્તે વતનની વાટ પકડતા મુસાફરો 

ઉધના રેલવે સ્ટેશન મુસાફરોની ભીડથી ઉભરાયું 

દિવાળી તહેવારની પરિવાજનો સાથે ઉજવણી માટે મુસાફરો રવાના 

પરિવારજનોને મળવાની ઉત્કંઠા મુસાફરોમાં જોવા મળી 

દિવાળીના તહેવારની ગણતરીના દિવસો બાકી રહયા છે,ત્યારે રોજગારી માટે વસવાટ કરતા પરપ્રાંતીઓએ વતનની વાટ પકડી છે,અને રેલવે સ્ટેશન પણ મુસાફરોથી ઉભરાય રહયા છે.
સુરત કે જે ડાયમંડ નગરીથી પણ ઓળખાય છે,જ્યાં ધંધા રોજગાર માટે દેશના દરેક ખૂણામાંથી નાગરિકો આવીને વસ્યા છે,પરંતુ પરિવારજનો સગા સંબંધીઓને  જોડીને રાખતા તહેવાર સમયે હંમેશા લોકો વતન તરફ પ્રયાણ કરે છે,હવે દિવાળી તહેવારને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.ત્યારે સુરતમાં વસવાટ કરતા પરપ્રાંતીયો પોતાના વતન તરફ જવા માટેનું પ્રયાણ કર્યું છે.સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર પ્રદેશ, બિહારના મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી.અને દિવાળી પરિવારજનો સાથે ઉજવવા માટે આ પરપ્રાંતીઓએ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર ક્યારે ટ્રેન આવે અને માદરે વતન તરફ પ્રયાણ કરવા માટે આતુર બન્યા હતા.
Latest Stories