Connect Gujarat
સુરત 

સુરત: પાંડેસરાના નાગસેન નગરના સ્થાનિકો દ્વારા સંકલ્પ દિવસ નિમિત્તે રેલી યોજાય, નશામુક્ત રહેવાનો લેવાયો સંકલ્પ

પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગરના સ્થાનિક ,બુદ્ધ વિહારના વિદ્યાર્થીઓ દ્વારા સંકલ્પ દિવસ નિમિત્તે રેલી યોજી નશા મુક્ત રહેવા સંકલ્પ કરી ડોક્ટર બાબા સાહેબને માન વંદના આપવામાં આવી હતી

સુરત: પાંડેસરાના નાગસેન નગરના સ્થાનિકો દ્વારા સંકલ્પ દિવસ નિમિત્તે રેલી યોજાય, નશામુક્ત રહેવાનો લેવાયો સંકલ્પ
X

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગરના સ્થાનિક ,બુદ્ધ વિહારના વિદ્યાર્થીઓ દ્વારા સંકલ્પ દિવસ નિમિત્તે રેલી યોજી નશા મુક્ત રહેવા સંકલ્પ કરી ડોક્ટર બાબા સાહેબને માન વંદના આપવામાં આવી હતી 23 સપ્ટેમ્બરના રોજ ડો બાબાસાહેબ આંબેડકરજીએ શોષિત,વંચિત ધકેલાઈ ગયેલા સમાજના લોકોનું જીવન સુધારવા તેમને તેમના માનવ અધિકારો અપાવવા બરોડા ખાતે સંકલ્પ કર્યો હતો


બરોડાના રાજા સયાજીરા ગાયકવાડ તરફથી મળેલા શિષ્યવૃત્તિના માધ્યમથી 1913 માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી અમેરિકા કોલંબિયા વિદ્યાલયમાં અભ્યાસ માટે ગયા હતા શિષ્યવૃત્તિના બદલ તેઓને બરોડા સંસ્થામાં અમુક મહિના કામ કરવું પડ્યું હતું તે દરમિયાન તેવોની સાથે અમાનવીય વ્યવહાર થતો હતો પીવા માટે પાણી પણ મેળવી શકતા ન હતા. સ્ટાફ-ચપરાશીઓ દૂરથી આંબેડકરજી પર ફાઈલો ફેંકી દેતા, તેમના આગમન અને પ્રસ્થાન પહેલા જમીન પર પથરાયેલી સાદડીઓ કાઢી નાખવામાં આવતી, આવા અમાનવીય વર્તન પછી પણ તેઓ પોતાનું અધૂરું શિક્ષણ પૂરું કરવા સંઘર્ષ કરતા રહ્યા તેવો વિચાર કર્યો હું વિદેશથી અભ્યાસ કર્યો એટલો ભણેલો હોવા છતાં મારી સાથે અમાનવીય વ્યવહાર થતો છે તો તેઓ મારા અસ્પૃશ્ય સમુદાયના અભણ અને ગરીબ લોકો સાથે કેવો વ્યવહાર કરતા હશે ? બરોડના વૃક્ષ નીચે સંકલ્પ કર્યો કે "હું મારું આખું જીવન આ વંચિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજના લોકોનું જીવન સુધારવા; તેમને તેમના માનવ અધિકારો અપાવવા માટે ખર્ચીશ." આંબેડકરજીએ આ પાર્કમાં આઠ કલાક રોકાયા હતા.14 એપ્રિલ, 2006ના રોજ વડોદરાના સયાજી પાર્કમાં બાબાસાહેબ જ્યાં આ સંકલ્પ લીધો હતો તે સ્થળે એક સ્થાન બાંધવામાં આવ્યો હતો અને તેનું નામ "સંકલ્પ ભૂમિ" રાખ્યું હતું. દર વર્ષે દેશભરમાંથી લાખો આંબેડકરવાદીઓ અહીં એકઠા થાય છે અને આંબેડકરના એ ઠરાવનું પુનરાવર્તન કરીને આંબેડકરને વંદન કરે છે. ગુજરાત સરકારે અહીં આંબેડકરનું ભવ્ય સ્મારક ઊભું કરવાનું કામ હાથ ધર્યું છે આ સંકલ્પ દિવસ નિમિત્તે શહેરના પાંડેસરા નાગસેન નગરના રહેવાસીઓ, બુદ્ધ વિહારના વિદ્યાર્થીઓ દ્વારા બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાથી ભવ્ય રેલી યોજી યુવકોએ ધુમ્રપાન,દારૂના નશા ઘેર પ્રવૃત્તિઓથી દૂર રહેવા સંકલ્પ કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને મહાન વંદના આપવામાં આવી હતી

Next Story