Connect Gujarat
સુરત 

સુરત : આંતરિક જૂથવાદના કારણે APMCના ચેરમેન પદેથી રમણ જાનીનું રાજીનામું, હવે નવા ચેરમેનને લઈને ચર્ચા શરૂ..!

સુરતનું એપીએમસી પ્રથમ એવું માર્કેટ યાર્ડ છે કે, જેમાં બાયોગેસ પ્લાન્ટ, પ્રોસેસિંગ યુનિટ, રિટેલ માર્કેટ, ઓક્શન હોલ તેમજ માર્કેટિંગની સુવિધા છે

X

સુરતનું એપીએમસી પ્રથમ એવું માર્કેટ યાર્ડ છે કે, જેમાં બાયોગેસ પ્લાન્ટ, પ્રોસેસિંગ યુનિટ, રિટેલ માર્કેટ, ઓક્શન હોલ તેમજ માર્કેટિંગની સુવિધા છે. જોકે, હવે સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સાથે છેલ્લા 39 વર્ષથી જોડાયેલા APMCના ચેરમેન રમણ જાનીએ રાજીનામું ધરી દીધું છે. કથિત રીતે ડિરેક્ટર્સના આંતરિક જૂથવાદના કારણે રમણ જાનીએ રાજીનામું આપતા નવા ચેરમેન કોણ બનશે તે અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ છે. થોડા સમય અગાઉ જ રમણ જાની વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પણ મુકવામાં આવી હતી. રમણ જાનીએ રાજીનામું આપતાં કહ્યું હતું કે, હું એકેય જૂથમાં ક્યારેય નહોતો. પરંતુ ઉપરથી કહેવામાં આવતા રાજીનામું આપી દીધું છે. રમણ જાનીએ 5 વર્ષ વાઈસ ચેરમેન તરીકે અને 25 વર્ષ ચેરમેન તરીકે સેવા આપી હતી. એમના કાર્યકાળમાં વર્ષ 1995માં સંસ્થાનું ટર્ન ઓવર 137 કરોડ હતું, જે આજે 2000 કરોડ સુધી પહોંચ્યું છે. જોકે, હવે અનેક નવા પ્રોજેક્ટ થકી સંસ્થાની એક અલગ ઓળખ ઉભી કરી હતી.

Next Story