હાલ ગણેશ મહોત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહીછે ત્યારે ડાયમંડ નગરી સુરતમાં ઉદ્યોગપતિ પાસે રૂ.600 કરોડની કિમતનાની ગણપતિ બાપ્પાની સૌથી મોંઘી પ્રતિમા છે.
આમ તો ભગવાન ગણેશજીના દર્શન 365 દિવસ ભક્તો કરી શકતા હોય છે પરંતુ સુરત ખાતે એક એવા ગણેશજી છે જે ખૂબ જ કીમતી છે અને 365 દિવસમાં માત્ર એક જ દિવસ ભક્તો દર્શન કરી શકે છે. સુરતના ઉદ્યોગપતિ પાસે વિશ્વના દુર્લભ ડાયમંડ ગણેશજી છે જેમની પૂજા તેઓ વર્ષમાં એક દિવસ કરતા હોય છે. આ ડાયમંડ ગણેશજીનીખાસિયતની વાત કરવામાં આવે તો આ કોહિનૂર ડાયમંડ થી પણ મોટા છે અને બજારમાં તેની કિંમત 600 કરોડથી પણ વધુ જણાવવામાં આવે છે.સુરત શહેરના ડાયમંડ ઉદ્યોગપતિ કનુભાઈ આસોદરિયા 15 વર્ષ પહેલાં બેલ્જિયમ વ્યવસાય માટે ગયા હતા અને ત્યાંથી કાચા હીરા લઈને આવ્યા હતા તે દરમિયાન તેઓના પિતાને સ્વપ્ન આવ્યું કે આ કાચા હીરામાં ગણેશજી છે અને જ્યારે તેઓએ કાચા હીરા જોયા ત્યારે તેમાં ગણેશજીની પ્રતિકૃતિ એક હીરામાં જોવા મળી ત્યારથી જે તેઓ આ હીરાને પૂજતા આવ્યા છે. અગત્યની વાત આ છે કે રફ ડાયમંડમાં ગણપતિબાપા જોવા મળે છે જે 182.3 કેરેટ છે અને જેનું વજન 36.5 ગ્રામ છે.આમ તો ઉદ્યોગપતિ કનુભાઈ આની કિંમત જણાવતા નથી કારણ કે તેઓ અને ગણેશજીની કૃપા માને છે અને તેની પૂજા અર્ચના કરે છે અને આ ગણેશ કોઈને કોઈ કિંમતમાં પણ આપવા તૈયાર નથી તેમ છતાં જ્યારે બજારમાં આ ગણેશજીની કિંમત ની વાત કરવામાં આવે તો આ 600 કરોડથી પણ વધુ કિંમત ધરાવે છે આ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક છે અને સૌથી અગત્યની વાત આ છે કે લંડનના વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સર્ટિફાઇડ પણ કરવામાં આવી છે.અમેરિકાના કેલિફોર્નિયામાં પણ મંદિરમાં આ ગણેશજીની તસ્વીર મૂકવામાં આવી છે.