Connect Gujarat
સુરત 

સુરત: સુડાના નિવૃત્ત નગર નિયોજકની અપ્રમાણસર મિલકત મુદ્દે ધરપકડ,જુઓ કેટલી મિલકત મળી આવી

સરકારી વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ સરકારી પગાર લીધા બાદ કોઈપણ વ્યક્તિનું કામ કરવા માટે લાંચની રકમ માંગતા હોવાની સતત ફરિયાદો ગુજરાત સરકાર અને ACB વિભાગને મળતી હોય છે

X

સુરતના સુડા વિભાગમાં રિટાયર જુનિયર નગર નિયોજકના કર્મચારી પાસે અપ્રમાણસર મિલકત હોવાની ફરિયાદ સુરત ACB વિભાગને મળતા ACB વિભાગ દ્વારા આ મામલે તપાસ કર્યા બાદ અપ્રમાણસર મિલકત મળી આવતા પૂર્વ કર્મચારીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સરકારી વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ સરકારી પગાર લીધા બાદ કોઈપણ વ્યક્તિનું કામ કરવા માટે લાંચની રકમ માંગતા હોવાની સતત ફરિયાદો ગુજરાત સરકાર અને ACB વિભાગને મળતી હોય છે ત્યારે આવા જ એક અધિકારી વિરુદ્ધ સુરત ACB દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. અગાઉ સુરતના સુડામાં ફરજ બજાવતા વર્ગ-2 ના કર્મચારી અને તત્કાલીન જુનિયર નગર નિયોજક ખેર મહંમદની અપ્રમાણસર મિલકત બાબતે ACBમાં એક અરજી આવી હતી. જેમાં 1-1-12 થી 30-6-18 સુધીમાં તત્કાલીન ખેર મહંમદની કાયદેસરની આવક 90.76 લાખના પ્રમાણમાં 34.14 લાખની એટલે કે 37.62 ટકા અપ્રમાણસર મિલકતો સામે આવી હતી. 1985માં ખેર મહંમદ સર્વેયર તરીકે ભરતી થયા બાદ તેની નગર નિયોજક અધિકારી તરીકે વર્ષ 2018માં બદલી થઈ અને 30મી જુન-2018માં નોકરીમાંથી નિવૃત થયા હતા.ACB તપાસમાં આરોપી ખેર મહંમદ પાસે અપ્રમાણસર મિલકત હોવાનું બહાર આવ્યું હતું. જોકે લાંબી તપાસ બાદ ACB વિભાગ પાસે પુરાવા મળી આવતા ગત રોજ અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. તેમની 34.14 લાખની અપ્રમાણસર મિલકત 37.62 ટકા હોવાનું સામે આવતા અધિકારીની સુરત ACB એકમ દ્વારા ગતરોજ ધરપકડ કરવામાં આવી હતી અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Next Story