સુરત : ચપ્પુની અણીએ વૃદ્ધ દંપતીને બંધક બનાવી લૂંટારુઓએ ચલાવી રૂ. 7 લાખની લૂંટ...

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં ચપ્પુની અણીએ વૃદ્ધ દંપતીને બંધક બનાવી રૂ. 7 લાખની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા છે.

New Update
સુરત : ચપ્પુની અણીએ વૃદ્ધ દંપતીને બંધક બનાવી લૂંટારુઓએ ચલાવી રૂ. 7 લાખની લૂંટ...

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં ચપ્પુની અણીએ વૃદ્ધ દંપતીને બંધક બનાવી રૂ. 7 લાખની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા છે. બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી CCTVના આધારે લૂંટારુઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

સુરત શહેર તથા જીલ્લામાં દિનપ્રતિદિન લૂંટ, ચોરી, હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, જ્યારે ગુનેગારોને પોલીસનો કોઈ ખોફ ન હોય તે રીતે ઘટનાને અંજામ આપી રહ્યા છે, ત્યારે વહેલી સવારે રાંદેર વિસ્તારમાં આવેલ પ્રાઈમ માર્કેટ નજીક મેન રોડ પરના એક મકાનમાં વૃદ્ધ દંપતીને ચપ્પુની અણીએ બંદક બનાવી લૂંટારુઓ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. નવયુગ કોર્મસ કોલેજના નિવૃત્ત પ્રોફેસર શીવરામ કે.પટેલ અને તેમની પત્ની સવારે 7 વાગ્યાના અરસામાં ઘરકામમાં વ્યસ્ત હતા. આ દરમિયાન 5 જેટલા બુકાનીધારી લૂંટારૂ ઘરમાં ઘૂસી જઇ ચપ્પુની અણીએ શીવરામ પટેલ અને તેમની પત્નીને બાનમાં લઇ બંધક બનાવ્યા હતા, જ્યાં ઘરમાંથી રોકડા રૂ. 7 લાખની મત્તાની લૂંટ ચલાવી હતી. જોકે, 5 પૈકી એક લૂંટારૂ વોચમાં બહાર બાઇક લઇ ઉભો હતો, જ્યારે 4 લૂંટારુઓ લૂંટ કરી 2 બાઇક પર બેસીને નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, રાંદેર પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને પીસીબી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં ઘરની બહાર લાગેલા CCTV કેમેરાની તપાસ કરતા તેમાં લૂંટારુઓ નજરે પડ્યા હતા, ત્યારે હાલ તો પોલીસે 5 લૂંટારુ વિરુદ્ધ ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories
Read the Next Article

સુરત : ડુપ્લીકેટ સોનાના દાગીના બનાવતા કારખાનામાં પોલીસના દરોડા, 12 શખ્સની ધરપકડ...

સુરત શહેરના સરથાણા વિસ્તારમાંથી ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતના મુદ્દામાલ સાથે પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે.

New Update
  • LCB અને સરથાણા પોલીસની સંયુક્ત રીતે મોટી કાર્યવાહી

  • ડુપ્લીકેટ સોનાના દાગીના બનાવતું એક કારખાનું ઝડપાયું

  • 23 ટકા સોનું નાંખી હોલમાર્કની સિક્કો મારી વેચાણ કરતા

  • સરથાણા પોલીસ દ્વારા 12 શખ્સની ધરપકડ કરવામાં આવી

  • દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી અને મુદ્દામાલ જપ્ત

સુરત શહેરના સરથાણા વિસ્તારમાંથી ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતના મુદ્દામાલ સાથે પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે.

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ઝોન-1 LCB પોલીસ અને સરથાણા પોલીસે સંયુક્ત રીતે એક મોટી કાર્યવાહી કરીને ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે અને બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કેઉત્રાણ પોલીસ મથકની હદમાં આવેલા વેલંજાની રૂદ્રાક્ષ સોસાયટીમાં એક ઘરમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું. આ ગેંગ ચેઇનના હુકમાં માત્ર 23% સોનું ભેળવીને દાગીના બનાવતી હતીઅને તેના પર હોલમાર્કનો સિક્કો મારીને વેચાણ કરતી હતી. જોકેઆ કારખાનું છેલ્લા 2 વર્ષથી કાર્યરત હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મુખ્ય આરોપી વિવેક સોની સહિતના આરોપીઓ યોગી ચોક ખાતે આવેલા શિવ મંદિર જ્વેલર્સમાં ડુપ્લિકેટ સોનાની ચેઇન વેચવા ગયા હતા. જ્વેલર્સના માલિકને સોનું ડુપ્લિકેટ હોવાનો ખ્યાલ આવતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જોકેઆરોપી હરીશ ખટાણા અને વિમલ નામના 2 આરોપીઓ ડુપ્લિકેટ સોનું આપીને ફરાર થઈ ગયા હતા. જ્વેલર્સના માલિકની ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓ સુધી પહોંચી દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 4 ચેઈનચેઈન બનાવવાનું મશીનઅને હોલમાર્કનો સિક્કો સહિતની સામગ્રી જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

Latest Stories