Connect Gujarat
સુરત 

સુરત: માંડવીના ઉશ્કેર ગામે 1 કિલોથી વધુના સોનાની લૂંટ, માત્ર 5 જ કલાકમાં પોલીસે આરોપીઓને દબોચી લીધા

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામે રાત્રીના 3 વાગ્યે બુકાનીધરીઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.

X

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામે રાત્રીના 3 વાગ્યે બુકાનીધરીઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પરિવારને બંધક બનાવી 1 થી વધુ કિલો સોનાની અને 1.80 લાખ રોકડની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા જો કે માત્ર 5 કલાકમાં પોલીસે 2 લૂંટારુઓને ઝડપી પાડ્યા છે.

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામે ચકચારી લૂંટની ઘટના બની હતી. રાત્રીના 3 વાગ્યાના સુમારે ઉશ્કેર ગામે રહેતા સુનિલભાઈ શર્મા તેઓના ઘરમાં મીઠી નીંદર લઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓના ઘરમાં 3 જેટલા બુકાનીધારીઓ પ્રવેશ્યા હતા અને પરિવારને બંધક બનાવી ઘરમાં લૂંટ કરી હતી.ઘરમાંથી 1 કિલોથી વધુના સોનાના દાગીના અને 1.80 લાખ રોકડની લૂંટ કરી ત્રણે લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ સુનિલભાઈ શર્મા દ્વારા માંડવી પોલીસને કરવામાં આવતા પોલીસ દોડતી થઈ હતી. સ્થાનિક પોલીસની ટિમો સહિત એલ.સી.બી.ની 4 જેટલી ટિમો તાત્કાલિક લૂંટારુઓને પકડવા માટે કામે લાગી હતી અને આસપાસના તમામ વિસ્તારો કોર્ડન કરી 5 કલાકના સર્ચ ઓપરેશન બાદ 2 લૂંટારુઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. લૂંટારુઓ પાસેથી લૂંટના તમામ દાગીનાઓ રિકવર કરવામાં આવ્યા છે.

Next Story