સુરત : હૈદરાબાદના વેપારી પાસેથી ક્રિપ્ટો કરન્સીના બહાને 2 કરોડ રૂપિયાની લુંટ, 3 આરોપી ગિરફતમાં

સુરતના વરાછા વિસ્તારમાં બોગસ આંગડીયા પેઢી ખોલી હૈદરાબાદના વેપારીને લુંટી લેનારા 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડયાં છે.

New Update
સુરત : હૈદરાબાદના વેપારી પાસેથી ક્રિપ્ટો કરન્સીના બહાને 2 કરોડ રૂપિયાની લુંટ, 3 આરોપી ગિરફતમાં

સુરતના વરાછા વિસ્તારમાં બોગસ આંગડીયા પેઢી ખોલી હૈદરાબાદના વેપારીને લુંટી લેનારા 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડયાં છે. ભેજાબાજોએ હૈદરાબાદના વેપારીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના બહાને વરાછા બોલાવી 2 કરોડ રૂપિયાની લુંટ ચલાવી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.

સુરત શહેરના વરાછા વિસ્તારમાં હૈદરાબાદના વેપારીને લૂંટવાના મામલામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે વરાછા પોલીસ મથકની સામે જ સેન્ટ્રલ બજારમાં શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની બોગસ આંગડીયા પેઢી શરૂ કરવામાં આવી હતી. આઠ જેટલા લૂંટારૂઓએ હૈદરાબાદથી આવેલા વેપારી પાસેથી ક્રિપ્ટકરન્સી નામે બે કરોડથી વધુની રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતાં. બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સ્થળ પર જ ભોગ બનનાર વ્યક્તિ પણ નહીં મળતાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.જેમાં આ બનાવમાં લૂંટનો નહીં પરંતુ ક્રિપ્ટકરન્સીના પૈસાની માથાકુટમાં મારામારી થઈ હોવાની પોલીસને જાણવા મળ્યું હતું.

ઘટના બાદ ફરિયાદી વિનય જૈનએ વરાછા પોલીસ સ્ટેશનમાં પીન્ટુ કુમાર ઝા,અમિત સુમનસિંગ,મધુક, રાકેશ,રાજુ,વિકી શાહરુખ વ્હોરા સહિત અન્ય અજાણ્યાઓ વિરુદ્ધ 2 કરોડ રૂપિયાની લુંટની ફરિયાદ નોંધાવી હતી. સુરત ક્રાઇમ બ્રાંચે અત્યાર સુધીમાં સુમન સિંગ, શાહરૂખ વોરા અને પીન્ટુ કુમારને ઝડપી પાડયાં છે. આરોપીઓની પુછપરછમાં ખુલાસો થયો છે કે, હૈદરાબાદના વેપારીને લુંટવા માટે ટોળકીએ વરાછામાં બોગસ આંગડીયા પેઢી ખોલી હતી. આરોપીઓએ હજી કેટલા લોકોને લુંટયા છે તેની તપાસ પોલીસ ચલાવી રહી છે.