સુરત : પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતા લોકોમાં દહેશતનો માહોલ

કોરોના બાદ હવે સુરતિલાલાઓ પર આવી વધુ એક આફત, ચોમાસુ શરૂ થતાં અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો.

સુરત : પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતા લોકોમાં દહેશતનો માહોલ
New Update

સુરતમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં જ અનેક વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતા લોકોમાં દહેશત ફેલાય છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ફોગીંગ સહિત મચ્છરના બ્રિડિંગ શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

એક તરફ સુરતમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, તો બીજી તરફ ચોમાસાની ઋતુ શરૂ થતાં અન્ય રોગોએ પણ માથું ઉંચક્યું છે, ત્યારે હવે શહેરમાં ડેન્ગ્યુ, તાવ, મલેરિયા અને ગેસ્ટ્રોના કેસમાં વધારો નોંધાયો છે. જોકે, પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતા વહીવટી તંત્ર પણ દોડતું થયું છે.

મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વલેન્સની ટીમો કામે લાગી છે. જેમાં રહેણાંક મકાનો, બાંધકામ વિસ્તાર, હોસ્પિટલ, શાળા સહિતના અનેક સ્થળોએ ફોગીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો સાથે જ મચ્છરના બ્રિડિંગ શોધવાની કામગીરી ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.

#Monsoon #Surat #Surat News #Connect Gujarat News #Surat Health Department #Water Disease #Surat Mahanagar Palika
Here are a few more articles:
Read the Next Article