Connect Gujarat
સુરત 

સુરત : રૂ. 17.68 લાખની ઓનલાઈન છેતરપિંડી કરનાર ભેજાબાજની સાઈબર ક્રાઇમે કરી ધરપકડ...

સુરત સાઈબર ક્રાઇમ પોલીસે 17.68 લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરનાર ભેજાબાજની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે.

X

સુરત સાઈબર ક્રાઇમ પોલીસે 17.68 લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરનાર ભેજાબાજની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે.

સુરત શહેર તથા જીલ્લામાં દિવસેને દિવસે ગુન્હાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે પોલીસ પણ એક પછી એક મોટા મોટા ગુન્હાઓનો ભેદ ઉકેલી રહી છે. આવી જ રીતે સુરત સાઈબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. સુરત સાઇબર ક્રાઈમ પોલીસ દ્વારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. લલિતકુમાર ગૌડ નામના શખ્સ દ્વારા ટેલીગ્રામ મારફતે અલગ-અલગ હોટલના રીવ્યુ આપવામાં આવ્યા હતા. જેમાં આરોપીની વાત અને લોભામણી લાલચમાં આવી જઈ ફરિયાદીએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. ત્યારબાદ ફરિયાદીએ રજીસ્ટ્રેશન કરાવી અલગ-અલગ રીતે કુલ 17,68,262 રૂપિયા આરોપીના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. જોકે, કેટલાક સમય બાદ આરોપીએ નાણાં પરત નહીં આપતા અંતે આ મામલે ફરિયાદીએ સુરત સાઇબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે હાલ તો સુરત સાઈબર ક્રાઇમ પોલીસે રૂપિયા 17.68 લાખની ઓનલાઈન છેતરપિંડી કરનાર ભેજાબાજ લલિતકુમાર ગૌડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story