સુરત: ઉધનામાં કારના શો રૂમમાં ભિષણ આગ ફાટી નીકળતા દોડધામ,અફરાતફરીનો માહોલ

સુરતના ઉધના બીઆરસી ખાતે આવેલા કારના શો રૂમના શોરૂમમાં આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
સુરત: ઉધનામાં કારના શો રૂમમાં ભિષણ આગ ફાટી નીકળતા દોડધામ,અફરાતફરીનો માહોલ

સુરતના ઉધના બીઆરસી ખાતે આવેલા કારના શો રૂમના શોરૂમમાં આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી.

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ બીઆરસી ખાતે હોન્ડાઈ કારના શોરૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. શોરૂમમાં 10 થી 15 જેટલા કર્મચારીઓ હતા.આગ લાગવાની સાથે જ ભારે દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયરનો કાફલો ઘટના દોડી આવ્યો હતો.ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.સદનસીબે આ ઘટનમાં કોઈ જાનહાની થઈ ન હતી.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 4 કાર સહિત કારના સ્પેરપાર્ટના સાધનો ઓઇલના, પેટ્રોલમાં આગ પકડાઈ જતા ભારે નુકસાન થયું હતું. હાલ ફાયર વિભાગની ટીમે અગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહયું છે.