Connect Gujarat
સુરત 

સુરત: સચિન GIDCમાં ફેક્ટરીના સંચાલકોને પ્રદૂષણ ફેલાવવાના નામે બ્લેકમેલ કરી પૈસા પાડાવવાનો કારસો રચનાર ટોળકીના સાગરીતની ધરપકડ

યાર્ન ફેક્ટરીના માલિકો હેઝાર્ડેસ્ટ કેમિકલ બારોબાર નાળામાં છોડી દેતા હોવાનું બતાવવા માટે જાતે જ પાણીમાં કેમિકલ મેળવ્યા બાદ વીડિયો બનાવી બ્લેકમેઇલ કરવાના ચકચારી પ્રકરણમાં સચિન પોલીસે એક સાગરીતને દબોચી લીધો છે.

X

સુરત શહેરના સચિન વિસ્તારના વિવાદાસ્પદ ગબરૂ ભરવાડ અને ટોળકી દ્વારા યાર્ન ફેક્ટરીના માલિકો હેઝાર્ડેસ્ટ કેમિકલ બારોબાર નાળામાં છોડી દેતા હોવાનું બતાવવા માટે જાતે જ પાણીમાં કેમિકલ મેળવ્યા બાદ વીડિયો બનાવી બ્લેકમેઇલ કરવાના ચકચારી પ્રકરણમાં સચિન પોલીસે એક સાગરીતને દબોચી લીધો છે.

સચિન-પલસાણા રોડ ઉપર આવેલી હોજીવાલા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ભાગીદારીમાં ગોકુલાનંદ પેટ્રો ફાઇબર્સના નામે યાર્નની ફેક્ટરી ચલાવતા કૌશિક કુનડિયાએ ગબરૂ ભરવાડ તથા તેના ત્રણ સાગરીતો રેવા ભરવાડ, લાલો ભરવાડ અને કનુ ભરવાડ વિરુદ્ધ ૧૦ લાખની ખંડણી માંગી બ્લેકમેઇલ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ટોળકી દ્વારા કંપનીની બહાર આવેલી વરસાદી પાણીના નાળામાં જાતે જ કેમિકલ નાંખી દઇ આ દૂષિત પાણી કંપનીમાંથી છોડવામાં આવી રહ્યું છે તેવું દર્શાવતો વીડિયો બનાવી યૂટ્યૂબ ચેનલ ઉપર વાયરલ કર્યો હતો.જોકે આ કંપની દ્વારા ગોઠવવામાં આવેલા CCTVમાં ગબરૂના ત્રણ સાગરીતો વરસાદી ગટરમાં કેમિકલ ભેળવતાં કેદ થઇ જતાં કૌશિક ભાઇએ આ વીડિયો ફૂટેજ સાથે સચિન પોલીસ મથકે જઇ ફરિયાદ નોંધાવતાં અત્યાર સુધી ગબરૂ ભરવાડની હરકતને લઇ આંખ મિચામણાં કરી રહેલી સચિન પોલીસે કાર્યવાહી કરવા દોડા દોડી કરી મૂકી હતી અને કનુ ઉર્ફે મનુ ભરવાડને ઝડપી લીધો હતો,ફરાર ગબરૂ ભરવાડ અને તેની ટોળકીના મોબાઇલ નંબરની તપાસ કરીને છેલ્લા છ મહિનામાં કોની કોની સાથે કેટલી વખત વાત ચીત કરી તેની તપાસ કરવામાં આવે તો કેટલાક મોટા માથાઓની પણ સંડોવણી બહાર આવે તેમ છે.

Next Story