સુરત : સચિન GIDCમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર બાજુના ખાતાની દીવાલ પડતાં ચાર દબાયા, એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત

New Update
સુરત : સચિન GIDCમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર બાજુના ખાતાની દીવાલ પડતાં ચાર દબાયા, એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત
Advertisment

સુરતના સચિન જીઆઇડીસીમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર બાજુના ખાતાની દીવાલ પડતાં ચાર કામદારો દબાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું.

Advertisment

ફાયર વિભાગે પહેલા એક યુવકને બહાર કાઢ્યો હતો. જેનું મોત થયું હતું. જ્યારે અન્ય બેને સામાન્ય ઇજા થઇ હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જયારે એક ગંભીર ઈજાગ્રસ્ત અને દબાયેલા યુવકનું રેસ્ક્યૂ કર્યું હતું.

મળતી માહિતી પ્રમાણે, સચિન જીઆઇડીસીમાં સેતેશ્વર હોટેલ પાસે રોડ નંબર 277 પર સચિન ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલની કન્સ્ટ્રક્શન સાઈડ ચાલી રહી છે. આજે 15થી વધુ કામદારો બેઝમેન્ટમાં સેન્ટિંગનું કામ કરી રહ્યા હતા. દરમિયાન બાજુમાં આવેલા ખાતાની 12થી 15 ફૂટની દીવાલ ધરાશાયી થઈ હતી.

Latest Stories