સુરત : ઓનલાઇન પર્ફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોર્ન વીડિયોના વેચાણનો પર્દાફાશ, 8 શખ્સોની ધરપકડ

સુરત SOG પોલીસે ઓનલાઇન પર્ફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોર્ન વીડિયોનું વેચાણ કરતા 8 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • ઓનલાઇન પર્ફ્યુમના વેપારની આડમાં થતું વેંચાણ

  • પ્રતિબંધિત પોર્ન વીડિયોના વેચાણનો પર્દાફાશ

  • SOG પોલીસે દરોડા પાડી 8 શખ્સોને ઝડપી પાડ્યા

  • લેપટોપ, ચેકબુક, ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત

  • પોલીસે રૂ. 11.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરત SOG પોલીસે ઓનલાઇન પર્ફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોર્ન વીડિયોનું વેચાણ કરતા 8 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના અડાલજ વિસ્તારના પ્રથમ સર્કલ પાસે આવેલ ખાનગી કોમ્પલેક્ષમાં SOG પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, જ્યાં  ઓનલાઇન પર્ફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોર્ન વીડિયોના વેચાણનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસે 8 શખ્સોઓ પાસેથી 46 મોબાઈલ ફોન, 7 લેપટોપ, 1 CPU, રોકડા રૂપિયા 10 હજાર, 4 ચેકબુક, 9 ડેબિટ કાર્ડ મળી કુલ રૂ. 11.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ આઠેય શખ્સો છેલ્લા 3 મહિનાથી ઓનલાઇન પર્ફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોર્ન વીડિયોનું વેચાણ કરતા હતા. જેઓ જસ્ટ વિઝિનરી એન્ટરટેનમેન્ટ અને ફોર પાઇરેટ્સ વેન્ચર કંપની બનાવી પરફ્યુમની આડમાં પોર્ન સાઈડ વેંચતા હતા. એટલું જ નહીં, આરોપીઓ પોતાના વ્હોટ્સએપ સ્ટેટસ ઉપર પોર્ન વીડિયોની એડ પણ કરતા હતા. જે પોર્ન વિડીયો રૂ. 699થી 1199 એમ અલગ અલગ પેકેજમાં ગ્રાહકોને વેચાણ કરી પૈસા પોતાના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીઓએ હાઈપ્રોફાઈલ જીવન શૈલી જીવવા માટે અને આર્થિક રીતે સદ્ધર થવા માટે આ વેપાર શરૂ કર્યો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.
Latest Stories