સુરત : સારોલી પોલીસને વાહન ચેકીંગ દરમિયાન મળી સફળતા,બે પિસ્તોલ સાથે આરોપી ઝડપાયો

સુરત કડોદરા રોડ નિયોલ ચેકપોસ્ટ પાસેથી પોલીસે બે પિસ્તોલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.અને બે જીવતા કાર્ટીસ સાથે બે મેગેઝીન જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

New Update
  • સારોલી પોલીસને મળી સફળતા

  • વાહન ચેકીંગ દરમિયાન મળી સફળતા

  • નિયોલ ચેકપોસ્ટ પાસેથી આરોપીની ધરપકડ

  • પોલીસે હથિયાર સાથે આરોપીની કરી ધરપકડ

  • બે પિસ્તોલ,બે કાર્ટીસ અને મેગેઝીન પોલીસે કરી જપ્ત

સુરત કડોદરા રોડ નિયોલ ચેકપોસ્ટ પાસેથી પોલીસે બે પિસ્તોલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.અને બે જીવતા કાર્ટીસ સાથે બે મેગેઝીન જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

સુરત કડોદરા રોડ નિયોલ ચેકપોસ્ટ પર સારોલી પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.વાહન ચેકીંગ દરમિયાન પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસે એક શંકાસ્પદ ઈસમને રોકી તેની તલાશી લીધી હતી.પોલીસ પૂછપરછમાં તેનું નામ નવાઝ અલી હોવાનું જણાવ્યું હતું,અને તેની પાસેથી પોલીસને બે પિસ્તોલ મળી આવી હતી,તેમજ બે જીવતા કાર્ટીસ અને બે મેગેઝીન પણ પોલીસને મળી આવ્યા હતા.પોલીસ દ્વારા નવાઝ અલીની ધરપકડ કરીને વધુ પૂછપરછ કરવામાં આવતા તે આ હથિયાર લવકુશ કુશવાહા પાસેથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું.અને હથિયાર સુરતમાં નકશા નામના ઈસમને આપવાનું હોવાનું જણાવ્યું હતું.

હાલ સરોલી પોલીસે નવાઝ અલીની ધરપકડ કરીને બે પિસ્તોલ,બે કાર્ટીસ તેમજ બે મેગેઝીન જપ્ત કરીને અન્ય આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories