Connect Gujarat
સુરત 

સુરત : સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ-વાઘણની જોડી બન્યા આકર્ષણનું કેન્દ્ર..!

સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ-વાઘણની જોડી લવાય, રાજકોટ ઝૂમાંથી સરથાણા પ્રાણી સંગ્રહાલય લવાયા વાઘ-વાઘણ.

X

સુરત મહાનગરપાલિકા સુરતીઓ માટે નવલું નજરાણું લઈ આવી છે. પાલિકા સંચાલિત સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ-વાઘણની જોડી રાજકોટ ઝૂમાંથી લાવવામાં આવી છે. જેના અવેજમાં એક જળ બિલાડી અને દીપડાની જોડી આપવામાં આવી છે. જોકે, રાજકોટ ઝૂમાંથી લાવવામાં આવેલ સફેદ વાઘ-વાઘણની જોડી આગામી દિવસોમાં સુરતીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

છેલ્લા દોઢ વર્ષથી બંધ પડેલ સરથાણા સ્થિત પ્રાણી સંગ્રહાલય હાલ જ સહેલાણીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. કોરોનાના કારણે સતત દોઢ વર્ષ સુધી પ્રાણી સંગ્રહાલય બંધ રહ્યું હતું, જ્યાં પ્રાણી સંગ્રહાલય શરૂ થતાં જ પાલિકા દ્વારા સુરતીઓ માટે નવલું નજરાણું લાવવામાં આવ્યું છે. જોકે, છેલ્લા 6 માસથી સુરત મહાનગરપાલિકા દ્વારા રાજકોટ ઝૂના સંચાલકો સાથે પત્ર વ્યવહાર ચાલી રહ્યો હતો, ત્યારે રાજકોટ ઝૂમાંથી પાલિકા દ્વારા સફેદ વાઘ-વાઘણની જોડી લાવવામાં આવી છે. જેના અવેજમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલય દ્વારા એક જળ બિલાડી અને દીપડાની જોડી રાજકોટ ઝૂને સોંપવામાં આવી છે.

હાલ બન્ને વાઘ- વાઘણને 15 દિવસ માટે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. બન્નેના ભોજન સહિતની વ્યવસ્થા અંગે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રાણી સંગ્રહાલયમાં આવતા લોકો વાઘ-વાઘણને નિહાળી શકે તે માટે તા. 15 ઓગસ્ટથી આયોજન કરવામાં આવ્યું છે. તો સાથે જ સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં હાલ સિંહણ દ્વારા બાલ સિંહણને જન્મ આપવામાં આવ્યો છે, જે એક સારા સમાચાર સામે આવ્યા છે. જોકે, સફેદ વાઘ- વાઘણની જોડી આગામી દિવસોમાં સુરતીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેવું મનપા અધિકારીએ જણાવ્યુ હતું.

Next Story