સુરત : સાવકા પિતાએ પુત્રીને જ બનાવી હવસનો શિકાર,દીકરીના લગ્ન બાદ પણ કરતો હતો બ્લેકમેલ,પોલીસે કરી નરાધમની ધરપકડ

સુરતમાં સાવકા પિતા દીકરીને હવસનો શિકાર બનાવતા હતા,અને દુષ્કર્મનો વિડીયો પણ બનાવી લીધો હતો,જોકે દીકરીના લગ્ન થઇ ગયા બાદ પણ સાવકા બાપની હેવાનિયત અટકી નહોતી.

New Update
  • સાવકા પિતાએ હેવાનિયતની હદ વટાવી

  • પોતાની સાવકી પુત્રી સાથે આચર્યું દુષ્કર્મ

  • દીકરી સાથે દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો હતો

  • પુત્રીને લગ્ન બાદ પિતા કરતો બ્લેકમેલ

  • પોલીસે નરાધમની કરી ધરપકડ

સુરતમાં સાવકા પિતાએ હેવાનિયતની હદોને વટાવી દીધી હતી,સાવકી પુત્રીને હવસનો શિકાર બનાવી હતી,અને દીકરીના લગ્ન બાદ બ્લેકમેલ કરતા આખો મામલો પોલીસ ચોપડે નોંધાયો હતો,પોલીસે નરાધમની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

સુરતમાં સાવકા પિતા દીકરીને હવસનો શિકાર બનાવતા હતા,અને દુષ્કર્મનો વિડીયો પણ બનાવી લીધો હતો,જોકે દીકરીના લગ્ન થઇ ગયા બાદ પણ સાવકા બાપની હેવાનિયત અટકી નહોતી.અને દીકરીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.જેનાથી ત્રાસી જઈને આખરે દીકરીએ હિંમત બતાવીને સાવકા પિતા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ ગુન્હો દર્જ કર્યો હતો,અને નરાધમ ફરાર થઇ ગયો હતો,જોકે પોલીસે આરોપી સાવકા બાપની રાજસ્થાન બોર્ડર પરથી ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

Latest Stories