સુરત: માંગરોળ તાલુકાના સીમોદ્રા ગામે 39 અસરગ્રસ્તોનું રેસ્ક્યુ કરતા SDRF જવાન
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સીમોદ્રા ગામે 39 લોકો અને 8 પશુઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સીમોદ્રા ગામે 39 લોકો અને 8 પશુઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ.
સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી..
સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ચેરમેન, જિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા,જયારે શાળાનું પ્રથમ પગથિયું ચઢતા નાના ભુલકાઓને કુમકુમ તિલક કરી અને કુમકુમ પગલા સાથે શાળામાં આવકારવામાં આવ્યા હતા.આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સૌ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.