/connect-gujarat/media/post_banners/229aa00de622568dbde61040fd9317a15e39e1ea1d19f2f1667cddfd7bce2031.jpg)
સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસ મિસિંગ સેલની રેડ દરમ્યાન ભાગદોડનો માહોલ સર્જાયો હતો. પોલીસે 5 રૂપલલના અને 2 ગ્રાહક સહિત સ્પા સંચાલક અને માલિકની ધરપડક કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, પીપલોદ વિસ્તારમાં આવેલ ઇસ્કોન મોલમાં સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાની પોલીસ મિસિંગ સેલને બાતમી મળી હતી, ત્યારે આ કુટણખાનામાં ગ્રાહકો પાસે પૈસા ખંખેરાય રહ્યા હોવાની માહિતી મળતા પોલીસે આયોજનબદ્ધ રેડ કરતાં રૂપલલનાઓ રંગે હાથ ઝડપાય હતી. સમગ્ર મામલે 5 જેટલી વિદેશી યુવતીઓ સહિત સ્પાના સંચાલક અને શોપ માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. જોકે, યુવતીઓ ક્યાં દેશ કે, રાજ્યની છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યારે હાલ તો તમામ બાબત તપાસનો વિષય હોવાથી પોલીસ વધુ તપાસ કરી રહી છે.