Connect Gujarat
સુરત 

સુરત : ધીમી ધારે વરસતા વરસાદથી શેરડીના પાકનું મબલક ઉત્પાદન, ખેડૂતોમાં ખુશીનો માહોલ...

શેરડી પકાવતા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા, ધીમી ધારે વરસતા વરસાદથી શેરડીનું મબલક ઉત્પાદન.

X

શેરડી પકાવતા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં લગભગ 1 લાખ એકર જમીનમાં શેરડીના પાકમાં મબલક ઉત્પાદન થતાં ખેડૂતો સારી એવી આવક રળી રહ્યા છે.

આમ તો શેરડીના પાકને ભેજવાળી આબોહવા માફક આવે છે. વાવેતર સમયે 12° સે.થી ઓછું ઉષ્ણતામાન અને પરિપક્વા થવા માટે સૂકી અને ઠંડી આબોહવાની જરૂર પડે છે. અત્યારના સમયમાં વધતા-ઓછા પ્રમાણમાં બધા જ હવામાનમાં શેરડી ઉગાડવામાં આવે છે, ત્યારે આ વર્ષે દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં લગભગ 1 લાખ એકર જમીનમાં શેરડીનો ઉભો પાક થયો છે.

જેથી કહી શકાય કે, શેરડી પકાવતા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી ધીમી ધારે વરસી રહેલા વરસાદના કારણે શેરડીના ઉભા પાકને મબલક ફાયદો થયો છે. આ સાથે જ સફેદ માખીની સમસ્યામાંથી પણ મોટાભાગના ખેડૂતોને છુટકારો મળ્યો છે. ઝરમર વરસાદ વરસતા સફેદ માખીનો ઉપદ્રવ નહીં રહેતા શેરડીનો પાક લગભગ બચી ગયો છે.

Next Story