New Update
/connect-gujarat/media/post_banners/0688a37509aa6c78ce4fd369c2ea2d0aa6abe96c974c501955e07e21b521c1c9.jpg)
સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ ઉદ્યોગનગરની એક દુકાનમાંથી સરસામાનની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.સુરતના ઉધના વિસ્તાર સ્થિત ઉદ્યોગનગરમાં આવેલ કોમન સર્વિસ સેન્ટર નામની દુકાનમાંથી સરસામાનની ચોરી થઈ છે. વહેલી સવારે માલિક દુકાને આવતા 2 લેપટોપ, કેમેરો અને હાર્ડ ડિસ્કની ચોરી થઈ હોવાનું જણાયું હતું.
જોકે, લેપટોપમાં લોકોના આધારકાર્ડ સહિતના ડેટા હોવાથી સર્વિસ સેન્ટરના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે, ત્યારે હાલ તો પોલીસે અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે. ઉપરાંત અજાણ્યા તસ્કરોએ ડુપ્લીકેટ ચાવી બનાવી ચોરીને અંજામ આપ્યો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
Latest Stories