સુરત : રૂ. 943 કરોડના ડબ્બા ટ્રેડિંગ-ઓનલાઇન ગેમિંગનો પર્દાફાશ કરી SOG પોલીસે 8 શખ્સોની ધરપકડ કરી...

સુરત શહેરના મોટા વરાછાના લજામણી ચોક ખાતે મેરિડીયન બિઝનેસ સેન્ટરમાં આવેલ "સનરાઈઝ ડેવલપર્સ" નામની કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી, 

New Update
  • "સનરાઈઝ ડેવલોપર્સ" ઓફિસની આડમાં ચાલતું રેકેટ

  • 943 કરોડના ડબ્બા ટ્રેડિંગ-ઓનલાઇન ગેમિંગનો પર્દાફાશ

  • 250થી વધુ લોકોએ ઓનલાઇન ગેમિંગ અને ટ્રેડિંગ કરાયું

  • SOG પોલીસે 8 આરોપીઓની ધરપકડ કાર્યવાહી હાથ ધરી

  • પેપર કટિંગ મશીનનો ઉપયોગ કરી પુરાવાનો નાશ કરતાં

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ રેકેટનોSOG પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં રૂ. 943 કરોડના આર્થિક વ્યવહારો સામે આવ્યા છેઅને 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સુરત શહેરના મોટા વરાછાના લજામણી ચોક ખાતે મેરિડીયન બિઝનેસ સેન્ટરમાં આવેલ "સનરાઈઝ ડેવલપર્સ" નામની કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતીત્યારેSOG પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કેઆ ઓફિસમાં 2 મુખ્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હતી. જેમાં ઓનલાઈન સ્ટોક એક્સચેન્જ ટ્રેડિંગની જેમ જ પરંતુ, SEBIની પરવાનગી વગર, "Castilo 9" અને "Stock Grow" જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડબ્બા ટ્રેડિંગ ચલાવવામાં આવતું હતું. "BET FAIR.COM", "NEXON EXCH.COM", "PAVANEXCH", અને "ENGLISH999" જેવી પ્રતિબંધિત વેબસાઇટ્સ અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને લાઇવ ફૂટબોલક્રિકેટટેનિસ જેવી સ્પોર્ટ્સ તેમજ કસિનો ગેમિંગ પર સટ્ટાબાજી કરવામાં આવતી હતી.

આરોપીઓ લોકોને ઉંચા નફાની લાલચ આપી બ્લેક મનીનો ઉપયોગ કરવાની સુવિધા આપીને ગ્રાહકોને આકર્ષતા હતા. તેઓ દાવો કરતા હતા કેઆ ટ્રેડિંગમાં કોઈ નુકસાન થતું નથી અને કોઈ ટેક્સ પણ ભરવો પડતો નથીજેનાથી સરકારને મોટા પાયે આર્થિક નુકસાન પહોંચાડવામાં આવતું હતું. અત્રે ઉલ્લેખનીય છે કેગેમિંગ એપ્લિકેશન સહિત ડબ્બા ટ્રેડિંગની એપ્લિકેશનોમાં રૂ. 943 કરોડના વ્યવહારો મળી આવ્યા છે. આ ઉપરાંત અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂ. 4.62 કરોડના અન્ય ટ્રાન્જેક્શનનો પણ મળી આવ્યા છેત્યારે હાલ તો સુરતSOG પોલીસે 8 આરોપીઓ પાસેથી 19 મોબાઈલ4 લેપટોપઇન્વોઇસ ફાઈલ23 સીમકાર્ડ31 પાસબુક87 ચેકબુકપ્રિન્ટર સહિત રૂ. 17.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories