/connect-gujarat/media/media_files/2025/10/04/duplicate-ghee-2025-10-04-17-00-21.jpg)
હાલ, દિવાળીના તહેવારો પહેલાં જ સુરત શહેર તથા જીલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં તત્વો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે, ત્યારે SOG પોલીસની ટીમએ મોટી કાર્યવાહી કરી નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, સુરતના અમરોલી અને કોસાડ વિસ્તારમાં આવેલી 3 જુદી-જુદી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી અને તેનાં ગોડાઉનો પર SOG પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પાર પાડેલા આ કૌભાંડમાં રૂ. 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ SOG પોલીસે 4 આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે. હાલ આ મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/10/04/mauli-ghee-2025-10-04-17-00-40.jpeg)
પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ કારખાનું છેલ્લા 2 વર્ષથી ચાલતું હતું, અને ભેળસેળિયા ઘીનું વેચાણ ગુજરાતમાં જ નહીં, પણ મહારાષ્ટ્રના બજારોમાં પણ કરવામાં આવતું હતું. એટલું જ નહીં, ઘીને દાણાદાર અને સુગંધયુક્ત બનાવવા માટે કેમિકલ અને કલરનો પણ ઉપયોગ થતો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘી ખાનારાઓને કેન્સર થવાની પૂરી સંભાવના છે. તહેવારને લઈ ઘીની ડિમાન્ડને પહોંચી વળવા માટે ત્રણેય ફેક્ટરીમાં 24 કલાક પ્રોડક્શન ચાલુ રહેતું હતું, ત્યારે હાલ તો પોલીસે મોટી કાર્યવાહી કરી નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.