New Update
/connect-gujarat/media/post_banners/0565f522a46c482b1692382ec4e8565bf610ee7ce4c3359c0a6d6e3a3c6f91c8.jpg)
સુરત જિલ્લાના ઓલપાડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત 155 ઓલપાડ વિધાનસભામાં સમાવિષ્ટ ગામોના ભાજપ સમર્થિત નવનિયુક્ત તાલુકાના નવા સમરસ, ચૂંટાયેલા સરપંચો તેમજ બિનહરીફ ગ્રામ પંચાયત સભ્યનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ અને રાજ્ય મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ઓલપાડ તાલુકાના ભાજપ સમર્થિત 82 ગ્રામ પંચાયતના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઓલપાડ તાલુકાના પિંજરત, કસાદ અને કઠોદરા ગ્રામ પંચાયતના સરપંચો ભાજપમાં જોડાતાં તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યા હતા.