સુરત : ડાયમંડ એસોસિએશનના પ્રમુખનું નિવેદન,ઉદ્યોગની પરિસ્થિતમાં થયો સુધારો,રત્નકલાકારોને મળી રહી છે રોજગારી

સુરતનો ડાયમંડ ઉદ્યોગ દિવાળી બાદ પુનઃ તેજી તરફ ગતિ પકડી રહ્યો હોવાનું નિવેદન એસોસિએશનના પ્રમુખે આપ્યું છે,તેઓના મત મુજબ રત્નકલાકારોને જરૂરી રોજગારી પણ મળી રહી હોવાનો દાવો તેઓએ કર્યો છે.

New Update
  • સુરતના ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો

  • ડાયમંડ એસોસિએશનના પ્રમુખનું નિવેદન

  • હિરા ઉદ્યોગમાં ઉઠામણા તેમજ ચિટિંગના કિસ્સામાં વધારો

  • 2021થી 2024 સુધીમાં 24 ઉઠામણા સામાન્ય ગણાવ્યા

  • રત્નકલાકારોને મળી રહી છે રોજગારી 

સુરતનો ડાયમંડ ઉદ્યોગ દિવાળી બાદ પુનઃ તેજી તરફ ગતિ પકડી રહ્યો હોવાનું નિવેદન એસોસિએશનના પ્રમુખે આપ્યું છે,તેઓના મત મુજબ રત્નકલાકારોને જરૂરી રોજગારી પણ મળી રહી હોવાનો દાવો તેઓએ કર્યો છે.

સુરતની એક ઓળખ ડાયમંડ ઉદ્યોગ પણ છે,પરંતુ મંદીના મારમાં પછડાયેલા ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારો સામે પણ રોજગારીનો પ્રશ્ન ઉભો થયો હતો.અને રત્નકલાકારોમાં આપઘાતનું પ્રમાણ પણ જોવા મળ્યું હતું,જ્યારે કેટલાક હિરા કારખાનેદારોએ ઉઠમણું પણ કર્યું હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી,જોકે આ બધી ચિંતા ગ્રસ્ત બાબતો વચ્ચે રાહત આપતી માહિતી પણ જાણવા મળી છે,ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખૂંટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દિવાળી બાદ ડાયમંડ ઉદ્યોગોની પરિસ્થિતિમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે,અને હિરાના કારખાના પુનઃ ધમધમતા થયા છે.જ્યારે રત્નકલાકારોને પણ રોજગારી મળી હોવાનો દાવો તેઓએ કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વર્ષ 2021થી 2024 સુધીમાં 24 જેટલા હિરાના કારખાનેદારોએ ઉઠમણું કર્યું હતું,જે સામાન્ય બાબત હોવાનું તેઓ કહી રહ્યા છે.અને હાલમાં ડાયમંડ ઉદ્યગોની પરિસ્થિતિ સુધરી હોવાનો દાવો તેઓએ કર્યો છે. 

Latest Stories