Connect Gujarat
સુરત 

સુરત : રાજ્યની સૌથી ઊંચી 14 માળની કલેક્ટર કચેરીના નિર્માણ કાર્યનું ગૃહમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત

પીપલોદ ખાતે નિર્માણ પામશે કલેક્ટર કચેરીનું મકાન, રૂ. 30 કરોડના ખર્ચે રાજ્યની સૌથી ઊંચી હશે ઇમારત

X

સુરત શહેરના પીપલોદ ખાતે રૂપિયા 30 કરોડના ખર્ચે રાજ્યની સૌથી ઊંચી 14 માળની કલેક્ટર કચેરીનું નિર્માણ કરવામાં આવનાર છે, ત્યારે આ કામના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના નેતા શિવરાજ પાટીલે આપેલા નિવેદન બાબતે શાબ્દિક પ્રહારો કર્યા હતા.

રાજ્યમાં સૌથી સમૃદ્ધ ગણાતા સુરતમાં હવે પીપલોદ ખાતે રાજ્યની સૌથી ઊંચી 14 માળની કલેક્ટર કચેરી નિર્માણ થવા જઈ રહી છે. આ બહુમાળી સરકારી ઇમારતનું આર્કિટેક અનોખું રહશે, અને ગ્રીન કન્સેપ્ટના આધારે તૈયાર કરવામાં આવશે. આ પહેલી એવી ઇમારત બનશે જે ચોમાસા દરમિયાન આકાશમાંથી વરસેલા 2 લાખ લીટર જેટલા પાણીનો સંગ્રહ કરી શકશે. આ ઉપરાંત આ ઈમારતમાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ અને સોલર સિસ્ટમ વ્યવસ્થાપન કરવામાં આવનાર ૩૦ ટકા વીજળી સોલારમાંથી મળી રહેશે। આ ઇકોફ્રેન્ડલી ઇમારતના બાંધકામ માટેનું ખાતમુહૂર્ત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના નેતા શિવરાજ પાટીલે આપેલા નિવેદન બાબતે શાબ્દિક પ્રહારો કર્યા હતા. હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ક્યારેક આપના, તો ક્યારેક કોંગ્રેસના નેતા ક્યારેક મંદિરમાં કે, સભામાં ન જવું તે રીતે આસ્થાને ઠેસ પહોંચાડવાનું કારણ બને છે. પહેલા ભગવાન રામના ભક્તોનું અને હવે મહાભારતને અલગ અલગ વિષય સાથે જોડવું યોગ્ય નથી. દરેક નેતાએ લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ. ભગવાન કૃષ્ણના ભક્તોને ઠેસ પહોંચાડવામાં આવી છે તેને ખરેખર હું વખોડી કાઢું છું, જ્યારે જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે દેશની તમામ તાકાત ગુજરાતના નાગરિકોની આસ્થાને ઠેસ પહોંચાડે છે. એક વડીલ આ પ્રકારે સ્ટેટમેન્ટ આપે તે અતિ નિંદનીય બાબત છે.

દેશમાં વિકાસની રાજનીતિ થઈ રહી હોય, ત્યારે આ પ્રકારે સમાજને અલગ કરતા નિવેદન અપાય તે તપાસનો વિષય છે. આ નિવેદન નથી એ તેમની વિચારધારા છે, અને એ વિચારધારાને ઓળખવાનો સમય આવી ગયો છે. વધુમાં ગૃહમંત્રીએ ખાતમુહૂર્ત પ્રસંગે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, પહેલા બાળકની પરીક્ષા કરતા, જો બાળક રસ્તામાં જતો હોય ત્યારે હુલ્લડ ન થાય તેની ચિંતા વાલીઓને રહેતી હતી. પહેલા ગુંડાઓના નામના બેનરો લાગતા હતા. જોકે, વર્ષ 2002 પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને હાલના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જવાબદારી લઈને મહત્વના નિર્ણય લીધા છે. પોલીસને એક પછી એક કડક પગલાં લેવાની છૂટ આપવામાં આવી હતી. કડકમાં કડક કાયદાઓ બનવવામાં આવ્યા હતા. વધુમાં નામ લીધા વગર મેઘા પાટકર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, નર્મદા ડેમની ઊંચાઈ વધારવાની મંજૂરી મળતી ન હતી. અનેક નેતાઓએ નર્મદા ડેમ બનાવતો રોકવા માટે અલગ-અલગ પ્રયાસો કર્યા હતા.

Next Story