સુરત : ડુમસ વિસ્તારના બંગલામાંથી ચોરી થયેલ રૂ. 2.70 લાખના મુદ્દામાલ સાથે પોલીસે કરી 3 તસ્કરોની ધરપકડ...

સુરત શહેરના ડુમસ વિસ્તારના ઓસ્કાર એપાટમેન્ટમાંથી રૂ. 2.70 લાખના સામાનની ચોરી કરનાર 3 તસ્કરોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

સુરત શહેરના ડુમસ વિસ્તારના ઓસ્કાર એપાટમેન્ટમાંથી રૂ. 2.70 લાખના સામાનની ચોરી કરનાર 3 તસ્કરોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા ઓસ્કાર એપાટમેન્ટમાં રહેતા યુસુફ હુસેની અકીકવાલાનો ડુમસ વિસ્તારમાં સાયલન્ટ ઝોનની બાજુમાં આવેલા સેટેલાઈટ બંગ્લોઝ નંબર 26ના માલિક છે. યુસુફ અકિકવાલાને તેના બંગ્લોઝમાં સ્વિપર તરીકે કામ કરતા જીજ્ઞેશ વસાવાનો ફોન આવ્યો હતો. જેમા તેઓએ જણાવ્યુ હતુ કેતમારા મકાનમાં ચોરી થઈ છે. જેથી યુસુફ અકિકવાલા અને તેમના પત્ની સિટીલાઈટથી ડુમસ સેટેલાઇટ બંગ્લોઝમાં ગયા હતા.

ત્યાં જઈને જોતા બંગ્લાનો સામાન વેરવિખેર હતોઅને ગ્રાઉન્ડ ફ્લોર પર લિવિંગ રૂમની પાછળના ભાગની લોખંડની ગ્રીલ તૂટેલી હતીઅને બાકીનો સામાન ચેક કરતા 2 સ્ત્રીઓની મહારાષ્ટ્રમાં બનેલી ધાતુની મુર્તિ જેની કિંમત રૂપિયા 90 હજાર,તાંબાના ધાતુથી બનેલા વાસણ નંગ 8થી 10 જેની કિંમત રૂપિયા 25 હજાર અને કેમેરાના લેન્સ નંગ 4 જેની કિંમત રૂપિયા 1 લાખ મળી કુલ રૂપિયા 2.15 લાખની ચોરી થઈ હતીઅને બંગ્લોઝમા લાગેલા CCTV કેમેરા ચેક કરતા કોઈ અજાણ્યા 4 તસ્કરો ચોરી કરતા દેખાયા હતા. આ અંગે યુસુફ અકિકવાલાએ ડુમસ પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા ચોર વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આ દરમ્યાન જે.આર.વિલા. સાયલન્ટ ઝોનમાં ફાર્મ હાઉસના બંગલામાં ચોરી થવાની ફરિયાદ નોંધાઈ હતીજ્યાંથી આરોપીઓએ દાગીના અને અન્ય મુદામાલ મળી 55 હજારની ચોરી કરી હતી. આ અંગે ડુમસ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે બાતમીના આધારે 3 ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories