સુરત : નાગશેનનગરની સુમન શાળાના શિક્ષકને આચાર્ય દ્વારા કાઢી મુકતા વિદ્યાર્થીઓએ મચાવ્યો ભારે હોબાળો...

સુરત શહેરમાં મનપા સંચાલિત સુમન શાળાના શિક્ષકને આચાર્ય દ્વારા કાઢી મુકતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવી રોષ વ્યક્ત કર્યો હતો.

New Update

સુરત શહેરના પાંડેસરાના નાગસેનનગરમાં મનપા સંચાલિત સુમન શાળામાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી દીધો હતો. સુમન શાળામાં ઉડિયા માધ્યમમાં ભણાવતા શિક્ષકને આચાર્ય દ્વારા એકાએક જ કાઢી મુકવામાં આવ્યા છે, જેથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ શિક્ષકને પરત લાવવા માંગ કરી હતી. છેલ્લા 5 વર્ષથી વિભૂતિ નામના શિક્ષક સુમન શાળામાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, આ શિક્ષક દ્વારા ખૂબ જ સારું ભણતર અને જ્ઞાન આપવામાં આવે છે. આ શિક્ષક બીમાર હોવાથી તેઓ કેટલાક દિવસ રજા ઉપર હતા. જોકે, શાળાના આચાર્ય દ્વારા તેમને કાઢીને અન્ય એક શિક્ષિકાને વિદ્યાર્થીઓને ભણાવવા માટે બોલાવતા વિદ્યાર્થીઓએ શાળા પરિસરમાં બેસી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.