Connect Gujarat
સુરત 

સુરત : સુમુલ ડેરીએ દૂધમાં રૂ. 2 વધાર્યા, ગ્રાહકો પર વધ્યો મોંઘવારીનો બોજ...

સુમુલ ડેરીએ પણ દૂધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે, ત્યારે હવે સુરત તથા તાપી જિલ્લાના લાખો ગ્રાહકો પર મોંઘવારીનો બોજ વધશે તેમ લાગી રહ્યું છે.

X

અમુલ ડેરી બાદ હવે સુમુલ ડેરીએ પણ દૂધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે, ત્યારે હવે સુરત તથા તાપી જિલ્લાના લાખો ગ્રાહકો પર મોંઘવારીનો બોજ વધશે તેમ લાગી રહ્યું છે.

સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં સુમુલ ડેરી દ્વારા જે દૂધનું વેચાણ થાય છે. તેમાં દરરોજનું અંદાજે 11.50 લાખ લિટર દૂધ સુમુલ ડેરી દ્વારા અલગ અલગ પ્રોડક્ટના વેચાણ થકી કરવામાં આવે છે. થોડા સમય પહેલા અમુલ ડેરીએ દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો ઝીંકયા બાદ થોડા દિવસ પહેલા જ સુમુલ ડેરી પણ 2 દૂધની પ્રોડક્ટમાં 2 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. જેમાં ગાયનું દૂધ 48 રૂપિયા લિટરે વેચાતું હતું. જેમાં 2 48 રૂપિયાનો વધારો કરીને 50 48 રૂપિયા કરી દેવાયું છે, જ્યારે સુમુલ તાજા દૂધ 46 48 રૂપિયા લિટરે મળતું હતું, તેમાં 2 રૂપિયાનો વધારો કરીને 48 રૂપિયા કરી દેવામાં આવ્યું છે.

સુમુલ ડેરીના સુત્રોના જણાવ્યા અનુસાર, અમુલ બાદ સુમુલે જૂના ભાવની કોથળી હોવાથી 12 દિવસે ભાવ વધાર્યો છે. જોકે, 9 મહિના અગાઉ જૂનમાં પણ દૂધમાં 2 રૂપિયા વધાર્યા હતા. હાલ જે દૂધનું ઓછું વેચાણ થાય છે. તેમાં લિટરે 2 રૂપિયાનો વધારો કરાયો છે. સુરતમાં સુમુલ ગોલ્ડ અને સુમુલ શક્તિ દૂધના ભાવમાં હજુ સુધી વધારો કરાયો નથી. પરંતુ આગામી દિવસોમાં તેમાં પણ વધારો કરી દેવામાં આવે તેવી શક્યતા વર્તાય રહી છે.

Next Story