સુરત : સૂર્યા મરાઠી ગેંગના સાગરીત પર થયું ફાયરિંગ, પોલીસ દોડતી થઈ...

ચોક બજાર વિસ્તારમાં આવેલ રોયલ ઓટો નામની દુકાનની બહાર ફાયરિંગની ઘટના બની હતી. સફી સેખ નામનો વ્યક્તિ ત્યાં બેઠો હતો તે દરમિયાન તેના પર ફાયરિંગ થયું હતું.

New Update
સુરત : સૂર્યા મરાઠી ગેંગના સાગરીત પર થયું ફાયરિંગ, પોલીસ દોડતી થઈ...

સુરતના ચોક બજાર વિસ્તારમાં સૂર્યા મરાઠી ગેંગના સાગરીત સફી શેખ નામના ઈસમ પર ફાયરિંગની ઘટના બની હતી. ઘટનાના પગલે પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી કુલ 4 આરોપીની ધરપકડ કરી હતી. જોકે, એમાંથી 3 આરોપી જુવેનાઇલ હોવાનું સામે આવ્યું છે.

સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલ રોયલ ઓટો નામની દુકાનની બહાર ફાયરિંગની ઘટના બની હતી. સફી સેખ નામનો વ્યક્તિ ત્યાં બેઠો હતો તે દરમિયાન તેના પર ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગમાં સફી શેખ ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફાયરિંગ કરવા આવનાર ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે ચોક બજાર પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. જેમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી 3 આરોપી જુવેનાઇલ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓની પૂછપરછ કરતા અંદરો અંદરનો આંતરિક ઝઘડો હોવાના કારણે સફી શેખ પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. સફી શેખ નામનો આ વ્યક્તિ સૂર્યા મરાઠી ગેંગનો સાગરીત હતો, અને સૂર્યા મરાઠીની હત્યામાં પણ તેમનું નામ હોવાનું સામે આવ્યું હતું. ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ફાયરિંગ ઘટનામાં જુવેનાઇલનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે, ત્યારે પોલીસે આ મામલે ગંભીરતા દાખવી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

સુરત: પાલમાં પરિણીત યુવકનો ગળે ફાંસો ખાઈને આપઘાત,પત્ની અને પ્રેમીના ત્રાસથી પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ

આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે..

author-image
By Connect Gujarat Desk
New Update
  • પાલમાં 26 વર્ષીય યુવકનો આપઘાતનો મામલો

  • યુવક રેડીમેડ કાપડની દુકાનમાં કરતો હતો કામ 

  • યુવકની પત્ની અને તેનો પ્રેમી શંકાના દાયરામાં 

  • પરિવારજનોના પત્ની અને પ્રેમી પર ગંભીર આરોપ 

  • પોલીસે પરિવારજનોના આક્ષેપ બાદ શરૂ કરી તપાસ 

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય પરિણીત  યુવક દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.મૃતકના પરિવારજનો દ્વારા દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમીએ મળીને તેને ટોર્ચર કર્યો અને અંતે મોત તરફ દોરી ગયા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે આ સમગ્ર ઘટનામાં મૃતક યુવકના પરિવારજનોએ દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

દીક્ષિત ચૌહાણ રેડીમેડ કાપડની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો. જોકેતેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી,અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી. આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા અને તેમના વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાદ સવારે દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની જાણ થયા બાદ પાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છેજેમાં મૃતકના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે. તેમજ તેની પત્ની અને તેના પ્રેમી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.