સુરત: પત્ની સાથે આડા સંબંધનો વહેમ રાખી પતિએ સગીરને ચપ્પુના ઘા ઝીંકી પતાવી દીધો

14 વર્ષના કિશોરની તેના પાડોશી દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે. આરોપી વિજય વસાવાએ પોતાની પત્ની સાથે મૃતક કિશોરના આડા સંબંધનો વહેમ રાખીને 14 વર્ષના સગીરનું ગળું કાપી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો

New Update
Surat Murder

સુરતના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં 14 વર્ષના કિશોરની તેના પાડોશી દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે. આરોપી વિજય વસાવાએ પોતાની પત્ની સાથે મૃતક કિશોરના આડા સંબંધનો વહેમ રાખીને 14 વર્ષના સગીરનું ગળું કાપી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે.

જ્યારે મૃતક કિશોર આરોપી વિજય વસાવાના ઘરે ગયો હતો. તે સમયે કિશોર આરોપીની પત્ની સાથે ઊભો હતો. આ દરમિયાન ઘરે આવેલા વિજય વસાવાએ બંનેને સાથે જોતાં આવેશમાં આવી ગયો અને એકાએક ચપ્પુ લઈને કિશોર પર હુમલો કર્યો. આરોપીએ કિશોર પર ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંક્યા અને તેને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો. પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને  પોલીસે આરોપી વિજય વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી છે.

Latest Stories