Connect Gujarat
સુરત 

સુરત: ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારવા આપ્યું આ ઇન્જેક્શન, તમે પણ જાણી ચોંકી જશો !

સુરતના રાંદેર વિસ્તારમાં પતિને પોતાની પત્નીના ચરિત્ર્ય પર શંકા હતી. જેથી તેને મોતને ઘાટ ઉતારવા માટે તેને ચેપી રોગનું ઇન્જેક્શન પત્નીને આપ્યું હોવાની ઘટના બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.

X

સુરતના રાંદેર વિસ્તારમાં પતિને પોતાની પત્નીના ચરિત્ર્ય પર શંકા હતી. જેથી તેને મોતને ઘાટ ઉતારવા માટે તેને ચેપી રોગનું ઇન્જેક્શન પત્નીને આપ્યું હોવાની ઘટના બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.

સુરતમાં પતિ-પત્નીના સંબંધોને લાંછન લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરતના રાંદેર વિસ્તારની આ ઘટનામાં પતિએ પોતાની પત્નીને ચેપી રોગનું ઈંજેક્શન આપ્યું હતું. સુરતમાં આ ઘટના સામે આવતા તરત પોલીસ તપાસ માટે આવી પહોચી હતી. આ ઘટનાની જાણ ત્યારે થઇ જયારે મહિલાને ઈન્જેકશન આપ્યું ત્યારે તે અચાનક બેભાન થઇ ગઈ હતી અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેને ભાન આવતા તેણે પોતાના પતિ વિરુદ્ધ આ ઘટનાનો આરોપ લગાવ્યો હતો.

સુરતના રાંદેર વિસ્તારની આ ઘટનામાં પતિને પોતાની પત્નીના ચરિત્ર્ય પર શંકા હતી. જેથી તેને મોતને ઘાટ ઉતારવા માટે તેને ચેપી રોગનું ઇન્જેક્શન આપ્યું હતું. આ ઈન્જેકશન બાદ મહિલા બેભાન થઇ ગઈ હતી અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં પત્નીએ પતિ પર આરોપ લગાવ્યો હતો કે તેણે યુવતીને ઈન્જેકશન આપ્યું છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે. જયારે પતિની હાલ પોલીસે ધરપકડ કરી લીધી છે.

Next Story