સુરત: તક્ષશિલા અગ્નિકાંડના દેવદૂત જતીન નાકરાણીને ભાજપ અધ્યક્ષ C.R.પાટીલે કરી રૂ.5 લાખની મદદ

અગ્નિકાંડમાં 14 વિદ્યાર્થીઓનો જીવ બચાવનાર જતિન નાકરાણી ખુદ ઇજાગ્રસ્ત થતા તે પોતાની યાદદાસ્ત ગુમાવી ચૂક્યો છે.

New Update
સુરત: તક્ષશિલા અગ્નિકાંડના દેવદૂત જતીન નાકરાણીને ભાજપ અધ્યક્ષ C.R.પાટીલે કરી રૂ.5 લાખની મદદ
Advertisment

સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં દેવદૂત બનીને 14 જેટલાં બાળકોનો જીવ બચાવનાર જતીન નાકરાણીની સહાય માટે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ આગળ આવ્યા છે. તેઓએ જતીનની સારવાર માટે રૂ.5 લાખનું દાન પરિવારજનોણે અર્પણ કર્યું હતું

Advertisment

સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં દેવદૂત બનીને 14 જેટલાં બાળકોનો જીવ બચાવનાર જતીન નાકરાણી કે જેની શારીરિક અને આર્થિક સ્થિતિ હાલમાં ખૂબ જ ખરાબ છે ત્યારે હવે ખુદ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ C.R પાટીલ પણ જતિનની વ્હારે આવ્યાં છે. તેઓએ જતિનને રૂપિયા 5 લાખની સહાય કરી છે. 3 વર્ષ અગાઉ સુરતમાં બનેલી ગોઝારી ઘટના તક્ષશિલા અગ્નિકાંડમાં જતિને 14 બાળકોનો જીવ બચાવ્યો હતો. જેમાં તેણે પોતે પણ આગથી બચવા ઉપરથી કૂદકો માર્યો હતો. દરમ્યાન જતિનને માથામાં ઈજા થતા તે કોમામાં સરી પડ્યો હતો. જો કે, હાલમાં તે પથારીવશ છે.જતિન નાકરાણીને હજુ પણ મદદની જરૂર છે.

કારણ કે, તક્ષશિલાના બીજા માળે ફેશન ડિઝાઈનનો વેપાર શરૂ કરવા માટે 35 લાખની લોન લીધી હતી અને હજુ તો માંડ-માંડ ધંધો સેટ થયો હતો ત્યાં તો 24 મે 2019ના દિવસે તેની દુકાન આગમાં ખાક થઈ ગઈ હતી. તો બીજી બાજુ જતિનની સારવાર કરાવવા માટે પણ તેના પરિવાર પાસે રૂપિયા નથી. ત્યારે આજે જતિનનો પરિવાર બેંકનું દેવું ચૂકવવા પાઇપાઇ માટે તરસી રહ્યો છે. અગ્નિકાંડમાં 14 વિદ્યાર્થીઓનો જીવ બચાવનાર જતિન નાકરાણી ખુદ ઇજાગ્રસ્ત થતા તે પોતાની યાદદાસ્ત ગુમાવી ચૂક્યો છે. ત્યારે ત્રણ વર્ષથી ઘરે સુમસામ બેસેલ તક્ષશિલા અગ્નિકાંડનો હીરો બેન્ક લોનના હપ્તા નહીં ભરી શકતા બેંકે ઘર જપ્તીના આદેશ આપ્યા છે. અનેક બાળકોની જિંદગી બચાવનાર જતિન નાકરાણી પાછળ અત્યાર સુધીમાં જતીનની સારવાર માટે 40 લાખ જેટલો ખર્ચ થયો છે.

Latest Stories