સુરત : એક છોટી સી લવ સ્ટોરી સમાન કિસ્સામાં ચોંકાવનારો ખુલાસો,શિક્ષકાને પાંચ મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ

શિક્ષિકાને પાંચ મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. શિક્ષિકાની પ્રાથમિક પૂછપરછમાં ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું જ હોવાનું જણાવી રહી છે

New Update
  • એક છોટી સી લવ સ્ટોરીમાં ચોંકાવનારો ખુલાસો

  • 23 વર્ષીય શિક્ષિકા છે પાંચ મહિનાથી ગર્ભવતી

  • શિક્ષિકાના 13 વર્ષીય વિદ્યાર્થી સાથે હતા શારીરિક સંબંધ

  • આ બાળક વિદ્યાર્થીનું હોવાનું જણાવતી શિક્ષિકા

  • પોલીસે બંનેના ડીએનએ ટેસ્ટ માટેની તજવીજ કરી શરૂ

સુરતમાં શિક્ષિકા દ્વારા 13 વર્ષીય વિદ્યાર્થીને ભગાડી જવાના કિસ્સામાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે,જેમાં શિક્ષિકાને પાંચ મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

 સુરતમાં 23 વર્ષીય શિક્ષિકા અને 13 વર્ષીય વિદ્યાર્થીના પ્રેમ પ્રકરણે સમગ્ર સમાજમાં ચકચાર જગાવી છે,પોલીસે બંનેને ઝડપી લીધા બાદ બંનેના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા,જેમાં વિદ્યાર્થીનું શારીરિક શોષણ થયું હોવાનો ખુલાસો થયો હતો,જોકે શિક્ષિકાને પાંચ મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. શિક્ષિકાની પ્રાથમિક પૂછપરછમાં ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું જ હોવાનું જણાવી રહી છેજેથી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે.

છેલ્લા એક વર્ષમાં બંનેએ ઘણીવાર ઘરે શરીર સંબંધ બાંધ્યા હોવાની બંનેએ કબૂલાત કરી છે. આ સાથે જ વિદ્યાર્થીના મેડિકલ રિપોર્ટમાં તે પિતા બનવા માટે સક્ષમ હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષિકા ગર્ભવતી હોવાનું જાણ્યા બાદ જ સમાજ નહીં સ્વીકારે એવું માની બંનેએ ભાગી જવાનો પ્લાન બનાવ્યો હોવાની શક્યતા છે.

હાલ તો પોલીસ દ્વારા ડીએનએ કરાવી તપાસ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીની ઉંમર તેના પિતા દ્વારા 11 વર્ષ કહેવામાં આવી હતી,જોકે પોલીસની તપાસ દરમિયાન વિદ્યાર્થી 13 વર્ષનો હોવાનો ખુલાસો થયો છે.

Read the Next Article

સુરત : પાલતુ શ્વાન રાખવા માટે આસપાસના લોકોની મંજૂરી સાથે લેવું પડશે લાયસન્સ,ડોગ પ્રેમીઓનો વિરોધ

સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાન પાળવા મુદ્દે જરૂરી લાયસન્સ તેમજ આસપાસના પડોશીઓની મંજૂરી લેવા માટેનો નિયમ જાહેર કરવામાં આવ્યો છે.

New Update
  • મનપાનો પાલતુ શ્વાન માટેનો નિયમ

  • શ્વાન પાળવા માટે લેવું પડશે લાયસન્સ

  • આસપાસના 10 પડોશીની લેવી પડશે બાંહેધરી

  • મનપાએ 800થી વધુ શ્વાન પ્રેમીઓને નોટિસ ફટકારી

  • શ્વાન પ્રેમીઓએ કલેકટરને પાઠવ્યું આવેદન પત્ર

સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાન પાળવા મુદ્દે જરૂરી લાયસન્સ તેમજ આસપાસના પડોશીઓની મંજૂરી લેવા માટેનો નિયમ જાહેર કરવામાં આવ્યો છે.જોકે ડોગ પ્રેમીઓએ મનપાના આ નિર્ણયનો વિરોધ કરીને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.
અમદાવાદમાં શ્વાન કરડવાના કારણે એક માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું.જે ઘટના બાદ શ્વાન પાળવા માટે જરૂરી પરવાનગીનો નિયમ બનાવવામાં આવ્યો હતો.ત્યારે હવે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ શ્વાન પ્રેમીઓ માટે લાયસન્સ અંગેનો ફતવો બહાર પાડવામાં આવ્યો છે,વધુમાં સોસાયટીના આસપાસના રહીશો તેમજ એપાર્ટમેન્ટમાં પ્રમુખ સહિતના 10 લોકોની બાંહેધરી લેવા માટેનો નિયમ ઘડવામાં આવ્યો છે.આ અંગે મહાનગરપાલિકાના માર્કેટ સુપ્રીટેન્ડન્ટ ડો. દિગ્વિજય રામે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા અત્યાર સુધીમાં 800થી વધુ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે.જ્યારે 250 જેટલી લાયસન્સ માટેની અરજીઓ આવી હતી.જેમાંથી 150 લોકોને લાયસન્સ આપવામાં આવ્યા છે.તેમજ 100 અરજી તપાસ હેઠળ છે અને 6 અરજી નામંજૂર કરવામાં આવી હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
સુરત મનપા દ્વારા પાલતુ શ્વાન પાળવા માટેના નિયમોનો ડોગ પ્રેમીઓ વિરોધ કરી રહ્યા છે. શ્વાન પ્રેમીઓ દ્વારા કલેકટર કચેરી ખાતે મનપાના નિયમનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.જેમાં લાયસન્સ ઉપરાંત સોસાયટીના 10 પડોશીઓની બાંહેધરી અંગેનો પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.અને આ અંગે કલેકટરને આવેદન પત્ર પાઠવીને મનપા દ્વારા શ્વાન પાળવા અંગેના નિર્ણય પરત ખેંચવા માટેની રજુઆત કરવામાં આવી હતી.