સુરત કાપડ માર્કેટમાં બહારગામના વેપારીઓની અવરજવર શરૂ થતા વેપારીઓને રાહત થઈ છે સાથે જ ગ્રેના ભાવ સ્થિર થતા વધુ વ્યાપાર થઈ શકે તેવી શક્યતા હાલ વેપારીઓ કરી રહ્યા છે.
સુરતના કાપડ માર્કેટમાં લગ્ન સરાગીની ખરીદીથી નિરાશ વેપારીઓને રક્ષાબંધનની ખરીદી માટે અન્ય રાજ્યના વેપારીઓની અવર-જવર શરૂ થતા રાહત થઈ છે. રક્ષાબંધનમાં સાડી અને બન્ને સેગમેન્ટમાં સારો વેપાર રહે છે, જેથી વેપારીઓને ચાલુ વર્ષમાં પણ સારો વેપાર મળે તેવી આશા છે. કેટલાક રાજ્યના અત્યારથી જ લહેરીયા સારીની ડિમાન્ડ નીકળતા ફક્ત લેરિયાનો જ વેપાર 1000 કરોડથી વધુ થવાની શક્યતા વેપારીઓ હાલ વ્યક્ત કરી રહ્યા છે. યુપી, બિહાર, ઉત્તરાખંડ,પંજાબ રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી રક્ષાબંધન પર સારો વેપાર થાય છે. ગ્રેના ભાવમાં વધારાને લઇને વેપારીઓમાં ઘણી ચિંતાઓ રહેતી હતી. જેના કારણે અન્ય રાજ્યના વેપારીઓ ઓર્ડર આપવામાં પણ અચકાતા હતા. હાલના ગ્રેનો ભાવ સ્થિર થઈ જતા રક્ષાબંધન અને નવરાત્રિમાં વધુ વેપાર મળે તેવી આશ વેપારીઓ લઈ બેઠા છે.