સુરત: માનસિક દિવ્યાંગ યુવતી સાથે છેડતી કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં માનસિક બીમાર યુવતી સાથે શારીરિક છેડતીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.

સુરત: માનસિક દિવ્યાંગ યુવતી સાથે છેડતી કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ
New Update

સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં માનસિક બીમાર યુવતી સાથે શારીરિક છેડતીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલ એક બિલ્ડિંગમાં ભાઈ બહેન રહે છે બહેન માનસિક બીમાર છે બંને ભાઈ બહેન એક સાથે બહાર જવા નીકળ્યા હતા ત્યારે ભાઈને પાન ખાવું હોવાથી બહેનને બિલ્ડીંગના નીચે જ ઉભી રાખી પાન ખાવા ગયા હતા.પાન ખાઈ પરત ફરતા બહેન બિલ્ડિંગ નીચે મળી આવી ન હતી.ભાઈએ આજુબાજુના વિસ્તારમાં બહેનની શોધખોળ હાથ ધરી હતી.થોડા સમય બાદ શંકાસ્પદ હાલતમાં બહેન મળી આવી હતી.માનસીક બીમાર બહેનના શરીર પર લાલ ચમાકા જેવા નિશાન જોવા મળી આવ્યા હતા જેને જોતા ભાઈ ચોકી ઉઠ્યો હતો.સમગ્ર મામલે છેડતીનો ભોગ બનનાર યુવતીના ભાઈએ ઉમરા પોલીસ મથકે જાણ કરી હતી.ઉમરા પોલીસે ગંભીરતા દાખવી અજાણ્યા ઈસમ વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં 31 વર્ષીય ઓમ પ્રકાશ શર્મા નામના યુવકે માનસિક બીમાર યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો ખુલાસો થયો હતો.આરોપી ઓમ પ્રકાશ શર્માએ યુવતી માનસિક બીમાર હોવાથી તેનો લાભ ઉચક્યો હતો અને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા.હાલ સમગ્ર મામલે ઉમરા પોલીસે યુવતીના ભાઈની ફરિયાદ લઈ આરોપી વિરોધ ઝડપથીનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #arrested #accused #Surat #Girl #surat police #molested #Mental retardation
Here are a few more articles:
Read the Next Article